ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં  મહિલા કૃષિ દિવસની ઉજવણી કરાઈ - ગોધરા

પંચમહાલઃ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલાં સરદાર નગરખંડમાં ખેતીવાડી, આત્મા પ્રોજેક્ટ, બાગાયત, પશુપાલન અને સહકારના સંયુક્ત ઉપક્રમે મહિલા કૃષિ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ સહિત વિવિધ વિભાગના અઘિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

પંચમહાલમાં  મહિલા કૃષિ દિવસની ઉજવણી કરાઈ

By

Published : Aug 7, 2019, 6:57 AM IST

ગોધરામાં મહિલા કૃષિ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાલોલના ધારાસભ્ય સુમનબેને જણાવ્યું હતું કે, "ગુજરાતની મહિલાઓએ કૃષિ સહિતના દરેક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપી રહી છે. આર્થિક સશક્તિકરણ મોરચે પણ ગ્રામીણ મહિલાઓએ પોતાની ભૂમિકા વધુ સશક્ત કરવાની જરૂર છે."કૃષિ વૈજ્ઞાનિક ડો. કનકલતાબેને જણાવ્યું હતું કે," જિલ્લાની મહિલાઓ ખેતી અને પશુપાલનમાં ભારે મહેનત કરે છે પરંતુ આર્થિક અને ટેકનિકલ બાબતો અંગે તેઓ જાણકારી ધરાવતા નથી. તેમણે મહિલાઓને નેતૃત્વના ગુણો વિકસાવી પોતાના ઉત્થાનની દિશામાં પહેલ કરવા હાકલ કરી હતી."
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોપાલભાઈ પટેલ, પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, ખેત ઉત્પાદન સમિતીના ચેરમેન કમળાબેન માંછી, જિલ્લા શિક્ષણ સમિતીના ચેરમેન જશોદાબેન બારિયા, આદિવાસી મોરચાના પ્રમુખ વિક્રમસિંહ ડિંડોર તેમજ અધિકારીગણ અને મહિલા ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details