ગુજરાત

gujarat

ETV Bharat / state

સેલ્ફીથી સાવધાન...! પાવાગઢ ડુંગર પર પરપ્રાંતીય મહિલાનું ખીણમાં પડી જતા મોત - ETV Bharat

પંચમહાલઃ દેશભરમંથી લાખો ભક્તે સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢમાં દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે મધ્યપ્રદેશથી માતાના દશર્નાથે આવેલ મહિલા સેલ્ફી લેવા જતા ઊંડી ખીણમાં પડી જતા મૃત્યુ પામી હતી. આજે વહેલી સવારે હાલોલ ફાયર ફાયટરના જવાનોએ આ મૃતક મહિલાના મૃતદેહને શોધી કાઢ્યો હતો.

pavagadh hill

By

Published : Sep 2, 2019, 8:11 PM IST

માહિતી પ્રમાણે, સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારના રોજ મધ્યપ્રદેશથી વિનિતાબેન સોલંકી (ઉ.વ. 25) પોતાના પતિ, સાસુ તથા બાળકો સાથે ખાનગી વાહનમાં મહાકાળી માતાના દર્શને આવી હતી. ત્યારે પાવાગઢ ડુંગર પર આવેલા ભદ્રકાળી મંદિર નજીક વિનીતાબેન સેલ્ફી લેતા હતા તે દરમિયાન સાંજના સુમારે ઊંડી ખીણમાં પડી ગયા હતા. મહિલા ખીણમાં પડી જતા પરિવારજનોએ બુમાબુમ કરતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તથા હાલોલ ફાયર ફાઇટરની ટીમને જાણ કરી હતી. જેથી હાલોલ ફાયર ફાઇટરની ટીમ તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી મહિલાને ખીણમાંથી બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ.

સેલ્ફીથી સાવધાન...!પાવાગઢ ડુંગર પર પરપ્રાંતીય મહિલાનું ખીણમાં પડી જતા મોત

રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન એકાએક વરસાદ પડવા લાગતા ડુંગર ખાતે ભારે ગાઢ ધૂમ્મસ ફેલાતા કામગીરીમાં અવરોધો ઉભા થતા મોડે સુધી વિનીતાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આજે સવારે ફરી ફાયર ફાયટર જવાન મોઈન અને સંદિપ સાધુની ટીમે 200 ફુટ ઉંડી ખીણમાંથી વિનીતાબેનનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. ત્યારબાદ આ મૃતદેહને પોસમોર્ટમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો જ્યાં વિનિતાબેનને મૃત જાહેર કરાયા હતા. જેથી પરિવારજનોમાં પણ શોકના માહોલમા સરી પડ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ એક કોલેજીયન યુવતી આ વિસ્તારમાં સેલ્ફી લેવાના ચક્કરમાં આ કિલ્લા પરથી ખાડામાં ખાબકતા ઈજા પહોંચી હતી. ત્યારે આવી જગ્યાઓ પર હવે તંત્ર સુચના બોર્ડ લગાવે તે જરુરી બની ગયુ છે.

ABOUT THE AUTHOR

...view details