ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરામાં પ્રેમી સાથે મળી પત્નીએ કરી પતિની હત્યા

ગોધરા: શહેરમાં રહેતાં શોએબ દુર્વેશના મોતના પાછળ ભેદી રહસ્યો સામે આવી રહ્યાં છે. દર્વેશનું 12 નવેમ્બરે મોત થયું હતું. અંતિમવિધિ બાદ પરિવારને તેની મોત અંગે શંકા જતાં મૃતદેહને બહાર કાઢી પોસ્ટમાર્ટમ માટે મોકલ્યો હતો. જેમાં તેનું મોત આંતરિક ઈજાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે હત્યાનો કેસ નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં દુર્વેશની હત્યા પત્નીના પ્રેમ સંબંધના કારણે થઈ હોવાનું બહાર આવ્યું હતું.

ગોધરામાં પ્રેમી સાથે મળી પત્નીએ કરી પતિની હત્યા

By

Published : Nov 20, 2019, 8:54 PM IST

ગોધરાના સિગ્નલ ફળિયામાં રહેતાં દુર્વેશની મોતની ઘટનામાં એક પછી એક નવા વળાંકો આવી રહ્યા છે. 12 નવેમ્બરે મૃત્યુ પામેલા દુર્વેશનું મોત હદય હુમલાના કારણે થયું હોવાનું માની પરિવારે તેની અંતિમવિઘી કરી હતી. બાદ પરિવારને દુર્વેશની મોત અંગે શંકા જતાં તેના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમાર્ટમ માટે મોકલ્યો હતો. રીપોર્ટમાં તેનું મોત આંતરિક ઈજાઓના થયું હોવાનું બહાર આવતા પરિવારમાં ચિંતામાં ગરકાવ થયો હતો.

ઘટનાની જાણ પોલીસને થતાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં દુર્વેશની હત્યા તેની જ પત્નીએ કરી હોવાનું બહાર આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે શોએબ દુર્વેશ રાત્રે સૂતો હતો. ત્યારે તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. સવારે પથારીને દુર્વેશનો મૃત હાલતામાં જોતા પરિવાર કુદરતી મોત સમજી તેની અંતિમક્રિયા કરી હતી. ત્યારબાદ પરિવારને દુર્વેશની પત્ની પર શંકા થઈ હતી. કારણ કે, મૃતકની પત્ની અગાઉ પણ તેના પ્રેમી સાથે ઝડપાઈ હતી. તેને લઈ ઘરમાં ઝઘડો પણ થયો હતો.

ગોધરામાં પ્રેમી સાથે મળી પત્નીએ કરી પતિની હત્યા

મૃતક દુર્વેશના પિતાએ શંકાના આધારે ગોધરા B ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ કરીને પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી (પ્રેમી) સાજીદ ગુનાહિત રેકોર્ડ ધરાવતો હોવાનો બહાર આવ્યું હતું. તેની મારા-મારી, છેડતી સહિતના 4 ગુનાઓ નોંધાયેલાં છે.

ઉલ્લેખનીય છે કે, 14 નવેમ્બરે B ડિવિઝન પોલીસ મથકે શોએબના શંકાસ્પદ મોત અંગે રજૂઆત કરી આ ઘટનાની સચ્ચાઈ બહાર લાવવા પોલીસ સમક્ષ રજૂઆત કરાઈ હતી. B ડિવિઝન પોલીસે રજૂઆતના આધારે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે કાયદાકીય તમામ મંજૂરી મેળવ્યા બાદ શુક્રવારની સવારે ગોધરા SDM સહિત ઉચ્ચ અધિકારી, એફએસએલ તેમજ પોલીસ કાફલો કબ્રસ્તાન પહોચ્યો હતો. કબરમાંથી મૃતક યુવાનનો મુતદેહ બહાર કાઢી તેને ગોધરા સિવિલ ખાતે પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

પોસ્ટ માર્ટમ રિપોર્ટમાં તેનું મોત માથાના અને છાતીના ભાગે આંતરિક ઈજાઓ થવાને કારણે થયું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકના પરિવારે તેની પત્ની પર શંકા વ્યક્ત કરી હતી. પોલીસે મૃતકની પત્નીની તપાસ કરતા તેણે પ્રેમી સાથે મળી તેના પતિની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. હાલ, પોલીસે આરોપી (પ્રેમી) સાજીદ મેહબૂબ ચરખાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details