ગોધરાઃ ગોધરાના નામને અલગ ઓળખ આપનાર છોડની વાત ગુજરાતના સૌ પુષ્પપ્રેમીઓ માટે આનંદની લાગણી જગાવનાર છે. કારણ કે ગોધરામાં ઊગેલાં ગુલાબના છોડે એવી અનોખી ખ્યાતિ અપાવી છે.પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરાના બામરોલી રોડ પર આવેલી નંદનવન સોસાયટી ખાતે રહેતાં અરુણસિંહ સોલંકી કોમર્સ કોલેજમાં પ્રોફ્રેસર તરીકે ફરજ બજાવે છે. તેમણે આ છોડ ૨૦૦૬માં પોતાના ઘેર રોપ્યો હતો. જેની માવજત કરતાં કરતાં સમય જતાં મોટો થતો ગયો એમ તેની ઉંચાઈ વધતી ગઈ.
દેશનો સૌથી ઊંચો ગુલાબનો છોડ ક્યાં છે? લિમ્કા બૂકમાં સ્થાન મેળવતાં ગોધરાના પ્રોફેસર - ETVBharatGujarat
ગુલાબને પ્રેમનું પ્રતીક માનવામા આવે છે. ત્યારે જે શહેરનો ઉલ્લેખ કોમી રમખાણો માટે થતો હોય ત્યાં પ્રેમના પુષ્પોએ શહેરને અનોખું ગૌરવ અપાવ્યું છે. ગોધરા શહેરમાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતાં પ્રોફેસરના ઘરના આંગણામાં રોપેલા ગુલાબના છોડની ઉચાઈ 39 ફુટ છે. ભારત દેશમાં આ સૌથી ઊંચો છોડ હોવાનું લિમ્કા બૂક ઓફ રેકોર્ડ સંસ્થાએ બિરુદ આપ્યું છે.

2019માં જરુરી પુરાવા, ફોટોગ્રાફ-વિડીયો, કૃષિ વૈજ્ઞાનિકો, મીડિયા અહેવાલ સાથે લિમેકા બૂક ઓફ રેકોર્ડ માટે અરજી કરી હતી. જેના પરિણામના ફળ સ્વરૂપે "લિમ્કા બૂક ઓફ રેકોર્ડ "સંસ્થા દ્રારા આ ગૂલાબના ફૂલના છોડને ભારતના સૌથી વધુ ઊચાઇ ધરાવતાં છોડનુ બિરુદ અપાયું છે. "લીમકા બૂક ઓફ રેકોર્ડ "દ્વારા પ્રોફેસર અરુણસિંહ સોલંકીને પ્રમાણપત્ર મોકલવામા આવ્યું છે. જેમા આ ગુલાબના છોડને "Tellest rose plant"નું બિરુદ આપવામા આવ્યુ છે.
આ ગુલાબના છોડની ઊચાઇ 11.88મીટર (39 ફૂટ)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગુલાબના છોડને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળતાં પ્રોફેસર અરુણસિંહ સોલંકીને સોસાયટીના રહીશો, તેમ જ સ્નેહીમિત્રો દ્વારા સોશિયલ મિડીયા થકી શુભકામનાઓ પાઠવામા આવી રહી છે. કારણ કે આ છોડ થકી તેમણે પંચમહાલ જિલ્લા સહિત ગુજરાતનું નામ દેશભરમાં રોશન કર્યુ છે.