પંચમહાલ જિલ્લાની જીવાદોરી ગણાતી એવી પાનમ યોજનામાંથી હાલ 400 ક્યુસેક પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. જિલ્લામાં વરસાદની પધરામણી બાદ ખેડૂતો દ્વારા મકાઇ,તૂવેર સહિતના વાવણીની પણ કરી દીધી હતી. વરસાદ ખેંચાતા પાકને પાણીની જરુર હોય છે. એક બાજુ જિલ્લામાં બધે સિંચાઇની વ્યવસ્થા નથી પણ જ્યા છે તેનો લાભ ખેડૂતો લેતા હોય છે.પાનમ યોજનાની કેનાલથી પંચમહાલ અને મહિસાગર જિલ્લાના 100 થી વધુ ગામડાના ખેડૂતોને આ પાણી થકી સિંચાઇનો લાભ મેળશે.
પંચમહાલમાં પાનમ ડેમનું પાણી છોડતા ખેડૂતોને રાહત, 450 ક્યુસેક પાણી છોડાયું - Monsoon
પંચમહાલ: જિલ્લામાં વરસાદ ખેંચાતા પાનમ સિંચાઈ યોજનાનું પાણી છોડવામાં આવતા ખેડૂતોને મોટી રાહત મળી છે.પાનમ યોજનામાંથી 450 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
પાનમ ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોને રાહત
પાનમ કેનાલ મારફતે પંચમહાલ મહીસાગર જિલ્લાના ખેડૂતો અંદાજીત 10,000 હેકટરમાં ડાંગરની ખેતી કરે છે. ડાંગરના પાકના ધરુ કેટલાક ખેડૂતો દ્વારા રોપી દેવામાં આવતા હોય છે. પરતું આ વર્ષે વરસાદ ખેચાતા પાક સુકાવાને કારણે પાનમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે, તેનું લાભ ખેડૂતોને મળશે.પાનમ યોજના દ્વારા 250 ક્યુસેક અને 450 ક્યૂસેક પાણી છોડવામાં આવતા ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા.પાનમડેમમાં હાલ 48.80 ટકા પાણી છે.