સમગ્ર દુનિયામાં પર્યાવરણમાં મોટા ફેરફાર નોંધાઈ રહ્યા છે, અને ખાસ કરીને નકારાત્મક જ દેખાઈ રહ્યા છે. જેના કારણે આગામી વર્ષોમાં જીવન અઘરું થઇ જવાની શક્યતાઓ જોવાઈ રહી છે. એક તરફ છેલ્લા કેટલાક વર્ષોથી ઋતુ ચક્રમાં મોટા ફેરફાર સાથે ચોમાસાનો વરસાદ અનિયમિત થઇ ગયો છે. આડેધડ ભૂગર્ભ જળને બોરવેલ દ્વારા ખેંચીને ભૂગર્ભ જળ પણ નીચા જતા રહ્યા છે.
પંચમહાલ જિલ્લામાં વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારવા પોલીસ દ્વારા જળસંચય અભિયાન ત્યારે વરસાદની સીઝનમાં પાણીને વહી જતું અટકાવીને ભૂગર્ભ જળને ઉંચા લાવવા માટેના કોઈ પ્રયત્ન કરતું જ નથી. જેથી જમીનના પેટાળમાં જળનું લેવલ દિન પ્રતિદિન નીચું જઈ રહ્યું છે. ત્યારે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા જળસંચયની નવતર અભિગમ ચલાવીને લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
પ્રજામાં જળસંચય અંગેની જાગૃતિ આવે એના ભાગ સ્વરૂપ પંચમહાલ પોલીસ પણ કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સાથે સાથે પોતાની સામાજિક જવાબદારી સમજીને જળ બચાવોના અભિયાનમાં જોડાયું છે.
પોલીસના તમામ બિલ્ડીંગમાં ધાબા પરથી ચોમાસા દરમિયાન વહી જતું પાણી એક ખાસ પ્રકારની પાઇપ લાઈનથી નીચે લાવી તેને જમીનની અંદર દબાવેલ મોટા પાત્ર જેને છિદ્રો પાડેલા હોય છે, એમાં ભેગું થવા દેવાય છે. જે પાણી સૌ પ્રથમ પાત્ર (પીપ )માં જમા થઇ તેમાં પાડેલ છિદ્રો દ્વારા જમીનમાં સમાઈ જાય છે, આમ તમામ પાણી વહી જવાને બદલે જમીનની અંદર ઉતારી દેવાય છે.
પોલીસની કામગીરીથી આજે નહિ તો કાલે ભૂગર્ભ જળ ઉંચા આવશે જ અને આવા પ્રયોગો કરી અન્ય લોકો પણ આ જ રીતે જળ સંચયનું કામ કરે તો ભૂગર્ભને ઉંચા આવતા કોઈ રોકીના શકે અને આવનાર સમયમાં પાણીની કોઈ સમસ્યા સર્જાય નહિ.