ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો - Election

પંચમહાલ: લોકસભા ચૂંટણી ૨૦૧૯નું મતદાન ૨૩ એપ્રિલ ૨૦૧૯ના રોજ સમગ્ર ગુજરાતમાં યોજાનાર છે. આ ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે. જેના અર્તગત પંચમહાલ જિલ્લામાં દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ ગોધરા, સરદારનગર ખંડ ખાતે યોજવામાં આવ્યો હતો.

દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

By

Published : Apr 11, 2019, 12:10 PM IST

આ કાર્યક્રમમાં બ્લાઈન્ડ વેલ્ફેર એસોસિયેશનના યુસુફભાઈ કાપડીયા કે જેઓ પોતે દિવ્યાંગ છે. તેમણે ઉપસ્થિત દિવ્યાંગજનોને મતદાનના દિવસે અચૂક મતદાન કરવાની પવિત્ર ફરજ અદા કરવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગો માટે મતદાન કરવાનું સરળ બનાવવા વિવિધ પગલાઓ લેવા સાથે મતદાન મથકે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. દિવ્યાંગ મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દેશની લોકશાહીને મજબૂત બનાવવા યોગદાન આપવું જોઈએ. આ કાર્યક્રમમાં અબુધાબી ખાતે યોજાયેલી સ્પેશ્યિલ ઓલ્મ્પિકમાં હેન્ડબોલની રમતમાં ગોલ્ડ મેડલ મેળવનાર જિલ્લાના રાજેશભાઈનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

પંચમહાલ જિલ્લાના સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.પંચાલે કહ્યું હતું કે સમાજના અનેક ક્ષેત્રોમાં દિવ્યાંગજનોએ શિરમોર સ્થાન હાંસલ કરી પ્રેરણારૂપ કામગીરી કરી છે. જે મુજબ રાષ્ટ્રનિર્માણમાં પણ તેમના સહયોગની અપેક્ષા સાથે મતદાન કરી અન્યોને પ્રેરણા પૂરી પાડે તે ઈચ્છનીય છે. આ પ્રસંગે મતદાન જાગૃતિ સાથે સંકલ્પપત્રો અને મતદાન કરવાના શપથ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ લીધા હતા.

નિષ્ણાંતોએ ઉપસ્થિત દિવ્યાંગજનોને EVM-VVPAT દ્વારા મતદાનનું નિદર્શન કરી બતાવ્યું હતું. કાર્યક્રમમાં ચૂંટણી મામલતદારે મતદાન મથકે દિવ્યાંગજનો માટે ઉપલબ્ધ સુવિધાઓની માહિતી આપી હતી. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે.એચ. લખારા સહિત અધિકારી, કર્મચારીઓ અને જિલ્લાના દિવ્યાંગજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details