પંચમહાલ : મહા સુદ તેરસનો દિવસ ભગવાન વિશ્વકર્માનો જન્મ દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે દેશમાં પંચમહાલ જિલ્લામાં પણ આજે ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતીની ધામધૂમ અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
ગોધરામાં આજે વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરાઇ - વિશ્વકર્મા જયંતિ
ગોધરા : આજે વિશ્વકર્મા જયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા ખાતે આવેલા વિશ્વકર્મા મંદિર ખાતે ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. તેમજ મંદિર ખાતે સાંજે હોમ હવન સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા.
વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરાઇ
ગોધરા શહેરના સિવિલ લાઇન્સ રોડ પાસે આવેલા વિશ્વકર્મા મંદિરમાં ખાતે આજે ભાવિક ભક્તો ઉમટયા હતા. આ તકે ભગવાન વિશ્વકર્માના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ સાથે સાથે ધાર્મિક હોમહવન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.