ગુજરાત

gujarat

ETV Bharat / state

ઘોઘંબા તાલુકા ભાજપના ઉપપ્રમુખના પુત્રના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા, પોલીસે ગુનો નોંધ્યો

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ભાજપના ઉપપ્રમુખ છેલુ રાઠવાના પુત્રના લગ્ન પ્રસંગે ભીડ એકઠી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે આ વાયરલ વીડિયોને લઈ પોલીસ એક્શનમાં આવી છે અને સમગ્ર મામલે રાજગઢ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

ઘોઘંબા તાલુકા ભાજપના ઉપપ્રમુખના પુત્રના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા
ઘોઘંબા તાલુકા ભાજપના ઉપપ્રમુખના પુત્રના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા

By

Published : Apr 18, 2021, 10:27 PM IST

  • ભાજપના ઉપપ્રમુખ છેલુ રાઠવાના પુત્રના લગ્ન પ્રસંગે ભીડ એકઠી થઈ
  • સમગ્ર મામલે રાજગઢ પોલીસ મથકે ગુનો નોંધાયો
  • કુલ 10 વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી

પંચમહાલઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે. લોકોને ઓક્સિજન અને બેડ પણ મળતા નથી એવી સ્થિતિ છે. ત્યારે આજે રવિવારે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ભાજપના ઉપપ્રમુખ છેલુ રાઠવાના પુત્રના લગ્ન પ્રસંગે ભીડ એકઠી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે આ વાયરલ વીડિયોને લઈ પોલીસ એક્શનમાં આવી છે અને સમગ્ર મામલે રાજગઢ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

ઘોઘંબા તાલુકા ભાજપના ઉપપ્રમુખના પુત્રના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા

આ પણ વાંચોઃ વડોદરામાં શ્રમિક લોન સહાય મેળવવા લોકોનું ટોળું ઉમટ્યું, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા

8 વ્યક્તિઓની અટકાયત કરાઇ

કોરોના ગાઈડલાઈન અને લગ્ન પ્રસંગ બાબતના જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે. 10 વ્યક્તિઓ સામે એપેડેમીક એક્ટની અલગ-અલગ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાય છે. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, તેમના પુત્ર, ગોર મહારાજ, ડીજે માલિક સહિત કુલ 10 વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ 10 વ્યક્તિઓ પૈકી 8 વ્યક્તિઓની અટકાયત કરી કોવિડ ટેસ્ટ માટેની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા, લોકોનો જામ્યો મેળાવડો

પોલીસ કર્મચારીની બેદરકારી સામે આવશે તો તેમની સામે પણ થશે કાર્યવાહી

આ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી સામે પણ તપાસ કરી 2 દિનમાં રિપોર્ટ આપવા માટે હાલોલ DySp ને તપાસ સોંપવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસ કર્મચારીની બેદરકારી સામે આવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ હાલોલના dysp એ જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details