પ્રાપ્ત વિગત અનુસાર હાલોલ તાલુકાનું ફતેપુરી ગામે સરકારી પ્રાથમિક શાળા આવેલી છે. તે શાળામાં 206 જેટલા બાળકો અભ્યાસ કરે છે. શાળામા ફરજ બજાવતા આચાર્ય મૂકેશભાઇ પટેલની બદલી અન્ય શાળામા થઇ જતા ફતેપુરી ગામના ગ્રામજનો અને શાળાના બાળકોએ હોબાળો મચાવ્યો હતો. શાળામા અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની આંખમા આંસૂ આવી ગયા હતા. તેમજ મૂકેશ સાહેબને પાછા લાવોના સુત્રોચ્ચાર કર્યા હતા.
ફતેપુરી સરકારી શાળાના આચાર્યની બદલી થતા ગ્રામજનોએ કર્યો વિરોધ - પંચમહાલમાં શાળાના આચાર્યની બદલી
પંચમહાલ: જિલ્લાની હાલોલ તાલુકાની ફતેપુરી ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થઈ જતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. શાળાના બદલી થયેલા આચાર્યની કામગીરીથી ગ્રામજનો એટલા પ્રભાવિત થયા છે કે, તેમને એવી ચીમકી ઉચ્ચારી છે કે, જો શાળાના આચાર્યને પાછા નહી લાવવામા આવે તો અનશન પર બેસવામાં આવશે.
પંચમહાલ
શાળાના આચાર્યની બદલીને લઇને કેટલાક વાલીઓ પોતાના બાળકોને શાળાએ પણ મોકલતા નથી. ગ્રામજનોનું કહેવુ છે કે, "સારા શિક્ષણ માટે સારા શિક્ષકની પણ જરૂર છે. શાળાના આચાર્ય મુકેશભાઇની કામગીરી સારી છે. સારું શિક્ષણ આપ્યુ છે. અમારા બાળકોને અંગ્રેજી પણ શીખવાડ્યુ છે. અમારી માગ છે કે, આચાર્ય મૂકેશભાઇને પાછા મૂકવામાં નહી આવે તો અમે શાળાની બહાર અનશન ઉપર ઉતરી જઇશું."
આ બદલી રોકવા ગ્રામજનોએ તાલુકા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત પણ કરી હતી. જો કે, હવે જોવાનુ એ રહ્યું કે, આ બાબતે શિક્ષણતંત્ર શુ પગલા લે છે.