પ્રભાત સિંહનું પત્તું કાપીને રતન સિંહ રાઠોડને ટિકિટ આપતા નારાજ પ્રભાત સિંહ જો કે, માની ગયા હતા, પરંતુ તેઓ ના પોતાના વતનમાં જાહેરસભા યોજવામાં આવતા સભા દરમિયાન પ્રભાત સિંહ દ્વારા વિજય રૂપાણીને ટોણો મારવાનો બાકી નહોતો રાખ્યો. જેમાં પ્રભાત સિંહે મુખ્યપ્રધાન પોતાના માટે ક્યાસ કાઢવા આવ્યા હોય આબરૂ ના જાય એવા મત આપવા પ્રજાને અપીલ કરી હતી.
લોકસભાની ચૂંટણી ચોકીદાર અને ચોરો વચ્ચેની છે: વિજય રૂપાણી - PML
પંચમહાલ: લોકસભાની ચૂંટણીને હવે ગણતરી ના દિવસો જ બાકી છે, ત્યારે પંચમહાલ લોકસભા બેઠક માટે ચૂૂંટણીનો પ્રચાર જોરશોરમાં શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ અને ભાજપ સહિત કુલ 11 જેટલા ઉમેદવાર દ્વારા પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને પાર્ટીઓએ હવે પ્રચારમાં જોર અજમાવવાનું ચાલુ કરી દીધું છે, ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી શુક્રવાર પંચમહાલ લોકસભા બેઠક માટે આવ્યા હતા. જો કે, એક અઠવાડીયામાં મુખ્ય પ્રધાને 2 વખત પંચમહાલ જિલ્લાની મુલાકાત લીધી છે. ખાસ કરી વર્તમાન સાંસદ પ્રભાત સિંહના વતન કાલોલ ખાતે રૂપાણી દ્વારા એક જાહેર સભા સંબોધવામાં આવી હતી.
મુખ્યપ્રધાન રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ચોરો ચોકીદારને ચોર કહી રહ્યા છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીને સોશિયલ મીડિયા પર મજાકનું પાત્ર બનતા દયા આવે છે. રૂપાણીએ કહ્યું કે, આ ચૂંટણી ચોરો અને ચોકીદાર વચ્ચે હોવા ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચેની છે.
આ સભા પુરી સમાપ્ત થયા બાદ હાજર લોકો માટે ફૂડ પેકેટની સગવડ કરવામાં આવી હતી. તે સમયે અવ્યવસ્થા સર્જાતા ફુડ પેકેટની લૂંટફાટ મચી હતી અને ટોળાંનો લાભ ખીસા કાતરુંઓ એ લીધો હતો અને અમુક લોકો ના પાકીટ અને મોબાઇલ ચોરાય હતા.