ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં વરસાદનું આગમન, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી - raine

પંચમહાલ: જિલ્લામાં બફારા અને ઉકળાટ ભર્યા વાતાવરણથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. ત્યારે શનિવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી હતી. આ સાથે ગોધરા શહેરમાં પણ વરસાદે આગમન સાથે જ શહેરાનગરના અણીયાદ ચોકડી પાસે પસાર થતા હાલોલ શામળાજી હાઈવે માર્ગ ઉપર બે સાઈડ બે ફૂટ સુધી પાણી ભરાઈ જતા વાહન ચાલકો ને હાલાકી વેઠવી પડી હતી.

પંચમહાલમાં વરસાદનુ આગમન, રોડ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી

By

Published : Jun 16, 2019, 2:27 AM IST

પંચમહાલ જિલ્લામાં ઉનાળો શરૂ થતાં જ સતત કાળઝાળ ગરમી વધી રહી હતી. જેથી ગરમીના બફાટના કારણે જિલ્લા સહિત તાલુકાઓના લોકો પરેશાન થઈ ગયા હતા. ક્યારે ચોમાસાની શરૂઆત થાય તેની રાહ જોવાઇ રહી હતી. સમગ્ર જિલ્લામાં સવારથી વાદળ છાયું વાતાવરણ સર્જાયું હતું તો સાંજના ચાર વાગ્યાની આસપાસ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી.

પંચમહાલમાં વરસાદનુ આગમન, રોડ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી

શહેરાનગરમાં મેઘરાજા મન મૂકીને વરસતા અણીયાદ ચોકડીપાસેથી પસાર થતો હાલોલ શામળાજી હાઈવે માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details