ગુજરાત

gujarat

ETV Bharat / state

બાળકો માટે ઉદાહરણરુપ છે આ ગામના બાળકો, વેકેશનનો કર્યો સદુપયોગ - Gujarati news

પંચમહાલ: જિલ્લાના ગોધરા તાલુકાની નવા નદીસર ગામના યુવાનો ગામના બાળકોને વેકેશનનો સદઉપયોગ કરાવી રહ્યા છે. જેમાં સવારમાં બે કલાક બાળકો વાંચન લેખન રમત ગમતની પ્રવૃત્તિઓ શીખી રહ્યા છે. એટલું જ નહીં પણ નવા નદીસર પ્રાથમિક શાળાના આચાર્ય પણ બાળકોને જરૂરી વિષયોનું જ્ઞાન આપી રહ્યા છે. ત્યારે બાળકો પણ આ પોતાના અભ્યાસને વેકેશનના સમયમાં મજબૂત કરી રહ્યા છે.

સ્પોટ ફોટો

By

Published : May 15, 2019, 3:50 AM IST

હાલમાં શાળા કોલેજોમાં વેકેશન ચાલી રહ્યું છે. વેકેશનમાં મોટા ભાગનો સમય બાળકો મામાને ઘરે કે પછી કયાંક પ્રવાસ,કે સમર કેમ્પમાં જતા હોય છે. પણ ગ્રામ્ય વિસ્તારના બાળકોનું શુ? તેઓ તો પોતાનો સમય કયાંક રમત રમીને કે પછી ઘરકામ કરીને સમય વિતાવતા હોય છે. આવા બાળકો વેકેશનમાં પોતાના સમયનો સદઉપયોગ કરી શકે તે માટે નવા નદીસર ગામના શિક્ષિત યુવાનો દ્વારા બીડું ઉપાડયુ છે. જેમાં બાળકો બે કલાક પોતાના કચાશ રહી ગયેલા વિષયોને મજબૂત કરી રહ્યા છે. આ અંગે નવા નદીસર ગામની પ્રાથમિક શાળાના આચાર્ય રાકેશભાઈ પટેલ જણાવે છે "

નવા નદીસર ગામના યુવાનો ગામના બાળકોને વેકેશનનો સદઉપયોગ કરાવી રહ્યા છે

GCERTના પરિપત્રમાં ધોરણ 2ના બાળકોને વેકેશન દરમિયાન ભણાવામાં આવે આ વિચાર જ્યારે ગામના યુવાનો સમક્ષ મુકવામાં આવતા તેને વધાવી લેવામાં આવ્યો. ગામના યુવાનોને પોતાની રીતે જવાબદારીઓ સ્વીકારી લીધી. જેમાં ગામના પુસ્તકાલયના પુસ્તકો વાંચવા માટે આપવા,ગણિત જેવા વિષયોને પણ ભણાવવામાં આવે છે.અહીં બીજા ધોરણમાં ભણેલા બાળકો નહીં પણ અન્ય ધોરણના બાળકો પણ ભણવા આવે છે."


ગામના આ બાળકોને ગામના શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવાનો પોતાનો સમયદાન આપી રહ્યા છે. તો શાળાના આચાર્ય પણ બે કલાક આવીને શિક્ષણ આપી રહ્યા છે. તો હાલમાં ભુજમાંશિક્ષક તરીકે ફરજ બજાવતા એક યુવાન પણ વેકેશનમાં પોતાનો સમય બાળકો માટે ફાળવી રહ્યા છે. આમ બાળકો સમર કેમ્પનો અનુભવ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details