ગોધરામાં લોકોએ ‘એ... લપેટ લપેટ'થી ગુંજાવ્યું આકાશ
પંચમહાલ: આજે ઠેર-ઠેર ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ પતંગ રસિકો પોતાના મકાનની અગાસી પર ચડીને તલસાંકળી અને ડીજેના તાલ સાથે પતંગ ચગાવવાની મોજ માણી રહ્યાં છે. ગોધરામાં પણ લોકો દ્વારા ધામધુમથી ઉજવણી કરવામાં આવી છે.
panchmahl
ગોધરા શહેરમાં ઉતરાયણ પર્વની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી. વહેલી સવારથી જ પતંગ રસિકો અગાસી પર ચડી તલસાંકળી અને ડીજેના તાલ સાથે પતંગ ચગાવતા નજરે પડી રહ્યાં છે. આ સાથે જ 'એ... લપેટ લપેટ'ની બૂમોથી આકાશ ગુંજી ઉઠ્યું છે. આકાશ પણ રંગબેરંગી પતંગોથી સજી ગયું છે. ઉતરાયણમાં જલેબી અને ઉંધીયાનું ખાસ મહત્વ હોય છે.