પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ ગામે પાસેના કંજરી ગામમાં પ્રવેશદ્વારનું કામકાજ ચાલુ હતું. તે દરમિયાન મુખ્યમાર્ગ નિર્માણાધિન પ્રવેશદ્વારનો એક પિલલર અચાનક મૂળમાંથી તૂટી પડ્યો હતો.
હાલોલમાં નિર્માણાધિન પ્રવેશદ્વાર ધરાશાયી, 4 લોકો ઈજાગ્રસ્ત - 4 લોકોને ગંભીર ઈજાઓ
ગોધરાઃ પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલના કંજરી ગામના નર્માણાધીન પ્રવેશદ્વાર ચાલુ કામે તૂટી પડતા 4 લોકોને ઈજા થઈ હતી. જેમાં 2 લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા.
હાલોલના કંજરી ગામમાં નિર્માણાધિન પ્રવેશદ્વારા ધરાશાયી , 4 લોકોને ગંભીર ઈજાઓ
આ ઘટનાને પગલે કામકરી રહેલા 4 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે હાલોલ ખસેડવામાં આવ્યા હતા.
જેમાંના 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાતા વડોદરા ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકો ગોધરાના હોવાનું જાણવા મળેલ છે.
Last Updated : Jul 27, 2019, 7:30 PM IST