પ્રાપ્ત વિગતો અનુસાર, હાલોલ તાલુકાના અરાદ ગામ પાસે આવેલ વડવાડા માતાજીની મુવાડી ગામ ખાતે રહેતા ડાહ્યાભાઈ બુધવારના રોજ અરાદ રોડ પર રહી પોતાના ઘર તરફ સાઇકલ પર જઇ રહ્યા હતા. તે દરમિયાન અરાદ ચોકડી નજીક પાછળથી પુર ઝડપે આવતા એક ટ્રેક્ટરના ચાલકે પોતાના ટ્રેક્ટરને ગફલતભરી રીતે હાંકી લાવી સાઇકલને જોરદાર ટક્કર મારતાં સાઇકલ સાથે રોડ પર પછડાઈ ગયા હતા.
ટ્રેકટર ચાલકે સાયકલ સવારને અડફેટે લેતા આધેડનું મોત - accident
પંચમહાલ: હાલોલ તાલુકાના અરાદ ગામ નજીક ચોકડી પાસે ૫૫ વર્ષીય સાઇકલ સવારને ટ્રેક્ટરે જોરદાર ટક્કર મારતાં સાઇકલ સવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારબાદ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

સ્પોટ ફોટો
જે જોઈ આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જેમાં રોડ પર લોહીલુહાણ હાલતમાં પડેલા તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ જણાતા તેઓને સારવાર અર્થે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લવાયા હતા. જો કે, માથાના ભાગે ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન જ તેઓનું મોત થઈ ગયું હતું. બનાવ અંગે પાવાગઢ પોલીસ મથકે અકસ્માતની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.