ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરા ITI પાસે વૃક્ષ ધરાશાઈ થતાં એકને ઇજા - GUJARATI NEWS

પંચમહાલઃ જિલ્લાના વડા મથક ગોધરા ખાતેના ITI ગેટની સામે એક મહાકાય વૃક્ષ ધરાશાઇ થતાં શહેરમાં જવાનો માર્ગ થોડા સમય માટે બંધ થયો હતો. ત્યારબાદ JCB વડે વૃક્ષને દૂર કરવામાં આવ્યું હતું.

PML

By

Published : Jun 30, 2019, 11:37 PM IST

પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેરમાં પસાર થતાં દાહોદ હાઈ-વે પર આવેલી ITI ના ગેટ પાસે એક મહાકાય વડનું વૃક્ષ ધરાશાયી થતાં થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો. વૃક્ષ પડ્યાની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા તંત્ર દ્વારા તાબડતોબ JCB મશીન લાવીને વૃક્ષને ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.

ગોધરા ITI પાસે વૃક્ષ ધરાશાઈ થતાં એકને ઇજા

વૃક્ષ પડવાને કારણે બાઈક લઈને જતાં યુવકને સામાન્ય ઈજા પહોંચી હતી.આ પહેલા પણ લુણાવાડા હાઈ-વે ઉપર એક વૃક્ષ આ રીતે રસ્તા વચ્ચે પડી જતા હાઈ-વે માર્ગનો વાહનવ્યવહાર અવરોધાયો હતો.ત્યારે રોડની બાજુમાં જ્યાં પાણી ભરાતા હોય ત્યાં આવા વૃક્ષોની તપાસ કરવી જરૂરી છે જેથી અકસ્માત નિવારી શકાય.

ABOUT THE AUTHOR

...view details