શહેરોમાં મોટા મોટા મોલ આવી ગયા જ્યારે ઓનલાઇન શોપિંગ એ દુકાનદારોને માખો મારતા કરી દીધા છે. આવી જ હાલત હવે પંચમહાલ જિલ્લાના નાના નાના વેપારીઓની થઈ રહી છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાનીઆ તાલુકાના દામવાવ તેમજ રીંછવાણી પંથકના આજુ બાજુના 60 જેટલા ગામોના લોકો રોજગારી મેળવવા કડીયા કામ તેમજ અન્ય મજૂરી કામ માટે દૂર દૂર સુંધી જાય છે. જ્યારે અમુક લોકો પોતાના ગામમાં નાનો મોટો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે હાલ રીંછવાણી ખાતે થોડા સમય પૂર્વે ચાલુ કરાયેલ હાટ બજારને લઈને આજુબાજુના 10 જેટલા ગામના 300 ઉપરાંત વેપારીયોને ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે.
પંચમહાલ: રીંછવાણીમાં હાટ બજારનો વેપારીઓએ વિરોધ કર્યો
પંચમહાલ: ઘોઘંબા તાલુકાના રીંછવાણી ગામે વગર પરવાનગીએ ભરાતા હાટ બજારથી સ્થાનિક તેમજ આજુબાજુના વેપારીયોના ધંધા રોજગાર ઠપ થયો છે. દેશમાં દરેક સેકટરમાં મંદી જોવા મળી રહી છે. સાથે સાથે કેટલીય કંપનીઓ બંધ થઈ અને કેટલીક બંધ થવાની તૈયારીમાં છે.
રીંછવાણી ગામ એ 3 તાલુકાના મધ્યમાં આવેલ છે. જેમાં વાત કરીએ તો બારીયા ખાતે શુક્રવારે હાટ ભરાય છે. જે રીંછવાણીથી માત્ર 17 કિલોમીટરના અંતરે આવેલ છે. જ્યારે ઘોઘંબા ખાતે રવિવારે હતબજાર ભરાય છે. જે રીંછવાણી થી 20 કીમી દૂર છે. જ્યારે મોરવા હડફ ખાતે બુધવારે હાટ બજાર ભરાય છે. જે પણ 25 કિમિ દૂર છે. રીંછવાણીના હાટ બજારની જો વાત કરીએ તો આ હાટ બજાર માટેની મંજૂરી પણ ન હોવાનું જાણવા મળેલ છે. રીંછવાણી ગામે ભરાતો હાટ એ મુખ્ય હાઇવે પર ભરાય છે. જેને લઈ રોડ જામ થવાની પણ સ્માસ્યા સર્જાય છે. અકસ્માત થવાની સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી.
બીજી તરફઆ હાટ બજારમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. તો પંચાયત દ્રારા બીજી કોઈ સલામતી કે, સુવિધા પણ આપી શકાય તેમ નથી. સલામતીની વાત કરીએ તો કોઈ પણ પ્રકારના પોલીસ બંદોબસ્ત વગર અને ગેરકાયદેસરઆ હાટ બજાર ચાલે છે. થોડા સમય આગાઉ એક શનિવારે એક મહિલા દ્વારા કોઈ ગ્રામ્ય વિસ્તારની મહિલાના ગળામાં પહેરેલ સોનાના દોરાની ચોરી કરવામાં આવી હતી. જો કે સજાગ મહિલા દ્વારા આ ચોરી કરી રહેલ મહિલાને પકડી પાડવામાં આવી હતી અને ચોરી કરી રહેલ મહિલાને હાજર ટોળા દ્વારા મેંથી પાક પણ આપવામાં આવ્યો હોવાના વીડિયો પણ વાયરલ થયો છે.