ગોધરા: કોરોનાના લક્ષણ ધરાવતા લોકોના પરીક્ષણના રિપોર્ટમાં ગોધરા શહેરના 2 કોરોનાના પોઝિટિવ કેસ મળી આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. રિપોર્ટ બાદ આરોગ્ય તંત્ર એકશનમાં આવીને કેસ ધરાવતા વિસ્તારોમાં સઘન સર્વે કરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પંચમહાલમાં કોરોના પોઝિટિવની સંખ્યા 9 પર પહોંચી - ગોધરામાં કોરોના પોઝિટિવની સંખ્યા 9 પર પહોંચી
ગોધરામાં કોરોનાના લક્ષણ ધરાવતા લોકોના પરિક્ષણના રિપોર્ટમાં ગોધરા શહેરના 2 કોરોનાના પોઝિટિવ કેસ મળી આવતાં હાલમાં જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 9 થઈ છે.
panchmahal
પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના જણાવ્યા અનુસાર, જિલ્લામાં નવા 2 કેસ કોરોના પોઝિટિવ કેસ મળી આવતા હાલમાં જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 9 થઈ છે. જેમાં કુલ 2 કોરોનાગ્રસ્ત લોકોનું અવસાન થયું હતું.
રોગચાળાને આગળ વધતો અટકાવવા અંગે જિલ્લા સમાહર્તા અરોરાએ આ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને આગળ આવી તંત્રને તેની જાણ કરવા અપીલ કરી હતી. જેથી વધુ વ્યક્તિઓને સંક્રમિત થતી અટકાવી શકાય.