ગુજરાત

gujarat

ETV Bharat / state

ઇન્ટરનેશનલ ટાઇગર ડે... પાનમ જંગલમાં મહેમાન બનેલો, વાઘ ઇતિહાસ બની ગયો - Panamforest

પંચમહાલ: આજે વધતા જતા શહેરીકરણ અને ઔધોગિકરણની વચ્ચે પ્રાકૃતિક સંપ્રદાનું નિંકદન નીકળી રહ્યુ છે. જંગલોનો નાશ થઈ રહ્યો છે. પરિણામે જંગલની જીવસૃષ્ટિ ક્યારેક માનવજીવનની વચ્ચે આવાની ઘટનાઓ બની છે. આજે 29 જુલાઈ "ઇન્ટરનેશનલ ટાઇગર ડે " છે. સામાન્ય રીતે વાઘની વસ્તી ભારતમાં સારા પ્રમાણમાં છે. પરંતુ ગુજરાત સાથે પણ વાઘનું કનેકશન રહી ચુક્યુ છે. મહિસાગર અને પંચમહાલની સરહદે આવેલા પાનમ વિસ્તારના જગંલોમાં વાઘ જોવા મળ્યો હતો. કમનસીબે આ વાઘ થોડા દિવસો પછી મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો હતો.

International Tiger Day

By

Published : Jul 29, 2019, 8:02 AM IST

Updated : Jul 29, 2019, 10:11 AM IST

  • શું હતી ગુજરાતમાં વાઘ દેખાવાની ઘટના

પંચમહાલ અને મહિસાગર જિલ્લાની સરહદની વચ્ચે આવેલુ જંગલ પાનમનું જંગલ તરીકે ઓળખવામાં આવે છે. અહી આવેલી શહેરા તાલુકાની ગુગલીયા પ્રાથમિક શાળામા ફરજ બજાવતા શિક્ષક મહેશ કુમાર મહેરા પોતે 6 ફેબ્રુઆરી 2019ના રોજ સાંજે નોકરી પુર્ણ કરી પોતાના ઘરે જઇ રહ્યા હતા. ત્યારે ગઢ ગામ પાસેના જંગલમા તેમને વાઘ પસાર થતો દેખાયો. અને તેમને ગાડી ઉભી રાખીને ફોટા પાડી તેમના મિત્રોને મોકલ્યા અને વનવિભાગને જાણ કરી.

પાનમના જંગલમા મહેમાન બનેલો વાઘ

એક બાજુ ફોટા વાયરલ થઈ ગયા. મિડિયામાં સમાચારો છપાયા અને વનવિભાગે પણ તપાસ હાથ ધરી હતી. પંચમહાલ અને મહિસાગરના વન વિભાગના ઓફીસરો, કર્મીઓ વાઘને શોધવા કામે લાગ્યા હતા.કારણ કે ગુજરાતમાં વાઘ દેખાવાની 35 વર્ષ બાદની આ પહેલી ઘટના હતી. નાઇટવિઝન કેમેરા ગોઠવામાં આવ્યા હતા. અને ત્યાંથી 30 KM સંતરામપુર તાલુકાના સંતમાતરોના જંગલમાં તા 12 ફેબ્રુઆરી 2019ના રોજ આ વાઘ નાઇટવીઝન કેમેરામાં દેખાતા વાઘ હોવાની પુષ્ઠી કરવામા આવી હતી. ગુજરાતમાં વાઘ દેખાવાની ઘટનાના સમાચારો ટોપ બન્યા હતા. આસપાસના ગ્રામીણ વિસ્તારોના લોકો તો આ વિસ્તારને અભયારણ જાહેર કરવાની માંગ પણ કરતા હતા. આ દિવસો દરમિયાન વાઘ માનવ વસવાટોમાં ફરી દેખાવાની ઘટના બની.

વાધ મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો.

આ વાઘ દેખાવાની ઘટનાને લઇને વનપ્રેમીઓમાં ભારે આનંદની લાગણી હતી. પણ તેમના માટે માઠા સમાચાર ત્યારે જ આવ્યા જ્યારે વાઘ મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના સિગ્નલી ગામ પાસે આવેલા કંતારના જંગલોમાં ઝાડી ઝાંખરામાં 26 ફેબ્રુઆરી 2019ના રોજ વાઘ મૃત હાલતમાં મળી આવતા હાહાકાર મચ્યો હતો. તે જગ્યાએ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ. અને વિસેરા લઈ લેબોરેટરીમાં મોકલવામા આવ્યા હતા.તેમા વાઘ ભુખમરાથી મોત થયા હોવાનું બહાર આવ્યુ હતુ. આ વાતને આજે પણ વનપ્રેમીઓ માનવા તૈયાર નથી. આ વાઘને ઝેરી પદાર્થ આપીને મારી નાખવામા આવ્યો હોવાની વાતો પણ વહેતી થઈ હતી. પણ સત્ય એ પણ હતુ કે ગુજરાતનો મહેમાન બની આવેલો આ વાઘ મહેમાન જ બની રહ્યો.

વાઘને બચાવવા અને એની જાળવણી અને લુપ્ત થતાં બચાવવા માટે સેન્ટ પીટ્સબર્ગમાં 2010માં યોજાયેલી ટાઈગર સમિટમાં 29 જુલાઈને વિશ્વ વાઘ દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરવામાં આવી. આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક સ્તરે વાઘની જાળવણી અને તેને બચાવવા માટેના ઉપાયો લોકો સુધી પહોંચાડવા અને લોકોની સહ ભાગીદારીથી વાઘને લુપ્ત થતાં બચાવવાનો છે. વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે.

  • ભારતમાં વાઘ કાન્હા નેશનલ પાર્કમાં જોવા મળે છે.
  • જીમ કોર્બેટ નેશનલ પાર્ક, ઉત્તરાખંડ
  • બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન, મધ્યપ્રદેશ
  • રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન, રાજસ્થાન
  • બાંદીપુર ટાઈગર રિઝર્વ, કર્ણાટક
  • નાગરહોલ ટાઈગર રિઝર્વ, કર્ણાટક
  • કાઝીરંગા ટાઇગર રિઝર્વ, આસામ
  • થોલપેટી વન્યજીવ અભયારણ્ય, વાયનાડમાં વાઘની વસ્તી સારા પ્રમાણમાં છે.
Last Updated : Jul 29, 2019, 10:11 AM IST

ABOUT THE AUTHOR

...view details