આજે 21મી જૂન વિશ્વ યોગ દિવસ, દુનિયાભરમાં ઉજવાશે યોગ દિવસ - Panchmahal
પંચમહાલઃઆજનો દિવસ સમગ્ર દુનિયામાં યોગ દિવસ તરીકે ઉજવામાં આવે છે. શાળા કૉલેજોથી માંડીને સરકારી તેમજ ખાનગી સંસ્થાઓ દ્રારા આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્રારા મળેલી અને મહર્ષિ પતંજલિએ આપેલી એક અમૂલ્ય ભેટ છે.
આજે 21મી જૂન વિશ્વ યોગ દિવસ, દુનિયાભરમાં ઉજવાશે યોગ દિવસ
આજના મનુષ્યનું જીવન ભૌતિકતા તરફ જઈ રહ્યું છે. આ સાથે રહેણીકરણી અને ખાણી પીણી બદલાઈ રહી છે.તેના પરિણામે ધણી વાર માનસિક તાણ અને અનેક રોગોનો ભોગ બનવુ પડે છે.ત્યારે આ બદલાતા જતા સોશિયલ મિડિયાના યુગના વમળમાં ભારતે દુનિયાને આપેલી યોગની અમૂલ્ય ભેટ વિસરાઈ જવા પામી છે. ત્યારે દેશના PM નરેન્દ્ર મોદીએ આ ભુલાઈ ગયેલી યોગની અમૂલ્ય ભેટને દુનિયાના ખૂણેખૂણા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.
ગોધરા શહેરના જાણીતા સ્ત્રી રોગના નિષ્ણાંત જણાવે છે કે, યોગએ શારીરીક અને માનસિક કસરતનું મિશ્રણ છે. મગજ અને મનને સ્વસ્થ રાખી શકે છે. પાછલા દિવસનો થાક ઉતારે છે.યોગ કરવા કોઈ સાધનો ઉપયોગ કરવો પડતો નથી.કોઈ સ્પેશિયલ ટ્રેનિંગની જરૂર પડતી નથી.યોગએ દેશના ખૂણેખુણા સુધી પહોંચે તે જરૂરી છે.નાના બાળકોથી માંડીને પુરુષ અને મહિલાઓ માટે પણ યોગ ખૂબ જરૂરી છે.