ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં ઘોંઘબા વિસ્તારમાંથી 3 મહિલાઓની દારુના જથ્થા સાથે ધરપકડ - vijaysinh solanki

પંચમહાલઃ વિદેશી દારુનો જથ્થો છાસવારે પકડાવાની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે બુટલેગરો દારુની હેરાફેરી કરવા મહિલાઓનો ઉપયોગ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. પંચમહાલ SOG પોલીસે ઘોંઘબા તાલુકા વિસ્તારમાંથી 3 મહિલાઓને દારુના જથ્થા સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

liquor

By

Published : May 12, 2019, 8:36 AM IST

પંચમહાલ SOG પોલીસ ટીમના ઇન્ચાર્જ PI ડી. એન. ચુડાસમાને માહિતી મળી હતી કે, રાજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઘોંઘબા ફાટક વિસ્તારમાં 3 મહિલાઓ દારુના જથ્થા સાથે ઉભી છે. SOGની ટીમે આ વિસ્તારમા પેટ્રોલિંગ કરતા બાતમી વાળી જગ્યાએ છાપો મારતા મહિલાઓ જ્યાં ઉભી હતી, ત્યાં તેમની પાસે રહેલા 3 મીણના થેલાની તપાસ કરવામાં આવતા SOGની ટીમ ચોંકી ઉઠી હતી.

આ થેલામાં 321 નંગ ક્વાટરીયા અને બીયર 32 નંગ સહિતનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે મહિલાઓની પૂછપરછ કરતા તેમના નામ અનુક્રમે (1) કાન્તા ગોડીયા રહેવાસી રમખેડા, દાહોદ (2) ગૌરી ભાભોર રહેવાસી પુસંરી, દાહોદ (3) સવિતા ભાભોર રહેવાસી, દાહોદના હોવાનું જણાવ્યું હતુ. આ દારુનો જથ્થો ક્યાંથી લાવીને કોણે પહોંચાડવાનો હતો, હવે SOGની ટીમે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણ મહિલાઓ દારુના જથ્થા સાથે ધરપકડ

ABOUT THE AUTHOR

...view details