ગુજરાત

gujarat

ETV Bharat / state

પાવાગઢ નજીક બે બાઈક સામસામે અથડાતા 3ના મોત, બે ઈજાગ્રસ્ત - ડામોર ફળિયા

પાવાગઢ નજીક આવેલા છાજ દિવાળી ગામના પાટિયા પાસે મુખ્ય રોડ પર ગઈકાલે સાંજે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈકસવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પાછળ બેઠેલા વ્યક્તિને પણ ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે વડોદરા મોકલવામાં આવ્યા હતા. 34 વર્ષીય મૃતક બાઈકસવાર તલાવડી ખાતે ડામોર ફળિયામાં રહેતો હતો. જ્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિને વડોદરા સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પાવાગઢ નજીક બે બાઈક સામસામે અથડાતા ત્રણના મોત, બે ઈજાગ્રસ્ત
પાવાગઢ નજીક બે બાઈક સામસામે અથડાતા ત્રણના મોત, બે ઈજાગ્રસ્ત

By

Published : Jan 27, 2021, 2:28 PM IST

  • પાવાગઢ નજીક છાજદિવાળી ગામના પાટિયા પાસે અકસ્માત
  • બે બાઈક સામસામે ટકરાતા ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા
  • અકસ્માતમાં એક નાની બાળકી અને મહિલા ઈજાગ્રસ્ત થયા

પંચમહાલઃ પાવાગઢ નજીક આવેલા છાજ દિવાળી ગામના પાટિયા પાસે મુખ્ય રોડ પર ગઈકાલે સાંજે બે બાઈક વચ્ચે અકસ્માત સજાર્યો હતો, જેમાં એક બાઈકસવાર હાલોલના તલાવડી ખાતે ડામોર ફળિયામાં રહેતા 34 વર્ષીય વસંત જીવાલાભાઈ પરમારનું ઘટના પર મોત નીપજ્યું હતું. જ્યારે તેમની પાછળ બેઠેલા તલાવડીના નિશાળ ફળિયા પાછળ રહેતા નર્વતભાઈ ઉર્ફે ભીખાભાઇ બારીઆને ગંભીર ઈજા પહોંચી હતી. અને તેમને વડોદરા સારવાર માટે લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું.

પાવાગઢ નજીક બે બાઈક સામસામે અથડાતા ત્રણના મોત, બે ઈજાગ્રસ્ત

સામે તરફથી આવતા બાઈકચાલકનું પણ ઘટનાસ્થળે મોત નીપજ્યું

સામે તરફથી આવતો બાઈકચાલક છોટા ઉદેપુર હોવાનું હાલમાં જણાયું છે. જોકે, અકસ્માતમાં તેનું પણ ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે તેની પાછળ બાઈક પર બેઠેલી એક નાની બાળકી અને એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. આ બંને ઈજાગ્રસ્તોને હાલોલ રેફરલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ હાલત ખૂબ જ ગંભીર થતા તેમને વડોદરામાં વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.

અકસ્માતમાં એક નાની બાળકી અને મહિલા ઈજાગ્રસ્ત થયા

પાવાગઢ પોલીસ મથકની ટિમે વધુ તપાસ હાથ ધરી

અકસ્માત ઘટનાની જાણ થતા પાવાગઢ પોલીસ મથકની ટિમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને આ બનાવ અંગે અકસ્માતનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. જ્યારે ઘટનાસથળે મરણ જનાર બે બાઈક ચાલકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details