ઘોઘબા તાલુકાના પરોલી ગામમાં રહેતી પરિણીતાને ગામમાં જ રહેતા ગલા હિંમતભાઈ બારીયા નામના યુવક સાથે આંખ મળી ગઈ હતી. જેથી પ્રેમ સબંધ બંધાયો હતો. જે અંગેની જાણ પરિણીતાના પતિને થઈ, જેથી પતિએ અનૈતિક સબંધ નહીં રાખવા ટકોર કરી હતી. આ મુદ્દે પ્રેમી સામત સાથે ઝઘડો થયો અને મારામારી કરી થઈ.
'પતિ પત્ની ઓર વો', પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિનું કાસળ કાઢ્યું, મૃતદેહની શોધખોળ શરૂ
પંચમહાલ: ઘોઘબા તાલુકાના પરોલી ગામે પતિએ પત્નીને આડા સબંધ ન રાખવાનું કહેતા પત્નીએ પ્રેમી સાથે મળી કાવતરું રચી પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો. પ્રેમી અને અન્ય એક ઇસમે મળી આધેડ પતિનું બાઈક ઉપર અપહરણ કર્યાં બાદ મોતને ઘાટ ઉતાર્યો હતો. બાદમાં મૃતદેહ નર્મદા કેનાલમાં ફેંકી દીધો હતો. પાંચ દિવસ પૂર્વે કેનાલમાં ફેંકી દેવાયેલા મૃતદેહની શોધખોળ માટે પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે હત્યાના ગુનામાં મૃતકની પત્ની, પ્રેમી અને અન્ય એક યુવકની ધરપકડ કરી છે.
પ્રેમ સબંધમાં આડે આવતા બકાભાઈનું નડતર દૂર કરવાનું કાવતરું રચી 13 જાન્યુઆરીના રોજ સામત અને અશોક ઉર્ફે હસલો બન્નેએ પતિનું અપહરણ કર્યુ હતું. બીજી તરફ પોતાના પિતા ઘરે ન આવતાં પુત્રી ભાવના સહિત સ્વજનોએ બકાભાઈની તપાસ શરુ કરી હતી. સામત અને અશોક બંનેની બાઈક ઉપર પતિ બકાભાઈને બેસાડી જવાયા હોવાની જાણ થતા જ રાજગઢ પોલીસ મથકે જાણ કરાઈ હતી.
આ માહિતીને આધારે રાજગઢ આર.આર.ગોહિલ અને સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરી બકાભાઈની શોધખોળ શરુ કરવામાં આવી હતી. પોલીસે સામત અને અશોક બન્નેની પૂછપરછ કરી હતી. તે દરમિયાન બકાભાઈની હત્યા કરવામાં આવી હોવાની કબૂલાત થઈ હતી. જેના આધારે પોલીસે બકાભાઈની પત્ની સુમિત્રાની પણ ધરપકડ કરી હતી. બીજી તરફ પોતાના પિતાનું અપહરણ થયા બાદ કોઈ જ સમાચાર નહીં મળતા તેમની પુત્રી સહિત પરિવાર વલોપાત કરી રહ્યો છે.