ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન-4: પંચમહાલથી ગ્રાઉન્ડ રિપોર્ટ - The total number of cases in Panchmahal reached 79

વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના પગલે ભારતમાં લોકડાઉનલોડ 4 ની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉન 4માં પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 4 દિવસથી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહોતો. પરંતુ ગત મોડી રાત્રે હાલોલ તાલુકાના તરખન્ડા ગામના 35 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવતા પંચમહાલમાં કુલ કેસોની સંખ્યા 79 પહોંચી છે. જ્યારે કુલ 63 જેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ 6 જેટલા લોકોના મોત થયા છે, અને 10 લોકો હાલ સારવાર હેઠળ છે.

panchmahal
પંચમહાલ

By

Published : May 24, 2020, 12:30 PM IST

પંચમહાલ: લોકડાઉન 4માં મળેલી છૂટછાટના લીધે બજારો ફરી ધમધમતા થયા છે. જો કે, મળેલી છૂટછાટનો લોકો ગેરફાયદો ઉઠાવી રહ્યાં હોય તેમ જણાઈ રહ્યું છે. સોશ્યિલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. આ સાથે પાન મસાલાની દૂકનોને ખોલવાની મંજૂરી મળતા લોકોના ટોળા મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યા છે. જો આજ પ્રમાણે લોકો સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવે તો કોરોનાના વધુ કેસો આવશે તેમાં કોઈ શંકા નથી.

પંચમહાલમાં કુલ કેસોની સંખ્યા 79 પહોંચી, 6ના મોત

ABOUT THE AUTHOR

...view details