ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણને લઈ તંત્રએ બહાર પાડ્યું જાહેરનામું - panchmahal news

પંચમહાલઃ ઉત્તરાયણ પર્વનો તહેવાર હવે નજીક છે, ત્યારે બજારમાં અવનવા પતંગો અને દોરીનું વેચાણ થઈ રહ્યું છે. તેવા સમયે માનવજીવન માટે ઘાતક સાબિત થઈ રહેલા ચાઈનીઝ દોરીના વેચાણ સામે પંચમહાલ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ચાઇનીઝ દોરી તેમજ તુક્કલના વેચાણ સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

etv bharat
પંચમહાલમાં ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણને લઈને તંત્રેએ જાહેરનામુ બહાર પાડ્યુ

By

Published : Jan 6, 2020, 8:06 PM IST

સમગ્ર ગુજરાતમાં ઉતરાણ પર્વનો તહેવાર ધામધૂમથી ઉજવાતો હોય છે.14 મી જાન્યુઆરીના રોજ ઉતરાયણ પર્વને લઇને બજારમાં પતંગ અને દોરાનું વેચાણ શરૂ થઇ ગયુ છે.

ઉત્તરાયણ પર્વમાં ઘાતક સાબીત થનાર એવી પ્લાસ્ટિક સિન્થેટિક ચાઈનીઝ દોરીઓનું વેચાણ કરવા અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. આના કારણે પર્યાવરણને થતું નુકસાન તેમજ પશુ-પક્ષીઓના જીવ જતા હોય છે. જેને લઈને પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તેમના ઉપયોગ પર પ્રતિબંધિત કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

પંચમહાલમાં ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણને લઈને તંત્રેએ જાહેરનામુ બહાર પાડ્યુ

આ હુકમ અનુસાર જિલ્લામાં માનવ, પશુ-પક્ષીઓને નુકસાન પહોંચે તેવી પ્લાસ્ટિક સિન્થેટિક મટીરીયલમાંથી બનાવામાં આવતી ચાઈનીઝ દોરીઓ અને તુક્કલના વેચાણ કે, તેના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details