સામાન્ય રીતે જીવનમાં અકસ્માત, કુદરતી આફતો સહિતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે તેમાં પ્રાથમિક સારવાર આપીને માનવીનું જીવન કેવી રીતે બચાવી શકાય અને બચી શકાય. તે હેતુથી ગોધરા ખાતે આવેલી ઇન્ડિયન રેસક્રોસ સંસ્થા દ્વારા દાહોદ રોડ પર આવેલી મિશન મેકકેબ મેમોરિયલ હાઈસ્કૂલ ખાતે પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત પ્રાથમિક સારવાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સુરક્ષા નેતૃત્વ અંગેની તાલીમ આપવામાં આવી હતી.
ગોધરા ખાતે શાળાના વિધાર્થીઓને રેડક્રોસ સંસ્થા દ્વારા તાલીમ અપાઈ - godhra news
પંચમહાલ: જિલ્લાના ગોધરા શહેરના દાહોદ રોડ પર આવેલી મિશન મેકકેબ મેમોરિયલ હાઈસ્કૂલ ખાતે ગોધરાની ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પ્રાથમિક સારવાર, સંસ્થાની માનવસેવાની વિવિધ પ્રવૃત્તિઓ સફાઈ અને સુરક્ષા તેમજ નેતૃત્વ અંગેનું જરૂરી ઉપયોગી માર્ગદર્શન તેમજ તાલીમ વિધાર્થીઓને આપવામાં આવી હતી.
પંચમહાલ
ઈન્ડીયન રેડકોસના ટ્રેઝરર નવનીત તનેજાએ બાળકોને આપત્તિના સમયે કઈ રીતે બચી શકાય તેની સમજ આપી હતી. ગોધરામાં આવેલા રેડક્રોસ સંસ્થાની કામગીરી વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય દ્વારા રેડકોસ સંસ્થાનો આભાર માનવામાં આવ્યો હતો.