પંચમહાલ જિલ્લાના કાલોલથી ડેરોલ સ્ટેશન 20થી વધુ ગામોને જોડતો મુખ્ય માર્ગ ડેરોલ ખાતે આવેલો હતો. જેના કારણે અહીંથી પસાર થતી ટ્રેન દરમિયાન ફાટક બંધ રહેતા અવર-જવર કરવામાં સ્થાનિકોને મુશ્કેલી સહન કરવી પડતી હતી. બે વર્ષ અગાઉ ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેથી સ્થાનિક લોકોમાં આનંદ છવાયો હતો. પરંતુ ઓવરબ્રિજની કામગીરી થોડા સમય બાદ ખોરંભે પડતાં સ્થાનિકોને રોજિંદી અવર-જવરમાં પડતી મુશ્કેલીમાં વધારો થયો હતો.
પંચમહાલ: ડેરોલ સ્ટેશન ઓવરબ્રિજની અટકેલી કામગીરી અંગે અગ્રણીઓની અધિકારીઓ સાથે બેઠક - ગોધરા સમાચાર
પંચમહાલ: કાલોલ તાલુકામાં રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી બે વર્ષથી ખોરંભે પડી હતી. જેને લઇને સ્થાનિકો દ્વારા સોમવારે રેલ અને રસ્તા રોકો આંદોલન સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેથી રેલવે અને સ્થાનિક પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું હતું. આસપાસના વિસ્તારમાંથી માગણીના મુદ્દે એકઠા થયેલા તમામ લોકોએ રસ્તા પર બેસીને રામધૂન બોલાવી હતી.
ઓવરબ્રિજની કામગીરી બંધ રહેતા પડતી હાડમારીને પગલે સ્થાનિક તંત્રને વારંવાર છાસવારે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત કર્યાના 6 માસથી વધારે સમય વીતવા છતાં કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યાં નહોતા. જેથી સ્થાનિક લોકોએ બજારો બંધ રાખીને રેલ રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જેને લઈને તંત્ર એક્શનમાં આવી ગયું હતું.
સોમવારે એતલ તરફ સવારથી જ પોલીસ દ્વારા આ વિસ્તારમાં રેલવે ટ્રેક પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જ્યારે બીજી બાજુ સ્થાનિકોએ માર્ગ પર બેસીને રામધૂન શરૂ કરી હતી. જેને લઇ પ્રાંત અધિકારી માર્ગ મકાન અને રેલવે વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને અગ્રણીઓ સાથે બેઠકનો દોર શરૂ કર્યો હતો. જેમાં અંતે રેલવે તંત્ર અને માર્ગ મકાન વિભાગ દ્વારા 50 ટકા ખર્ચે ગરનાળુ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.