ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરામાં પિતાની હત્યા કર્યા બાદ ક્વોરેન્ટાઇન પુત્રએ આત્મહત્યા કરી - Godhra News

ગોધરા તાલુકાના નાની ડસાર ગામે પુત્રએ પિતાની હત્યા કરી હતી. બાદમાં પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનો બનાવ બનતા પોલીસ પ્રશાસનમાં હડકંપ મચી ગઇ હતી.

Breaking News

By

Published : May 28, 2020, 11:27 PM IST

પંચમહાલઃ ગોધરા તાલુકાના નાની ડસાર ગામે મંગળવારના રોજ કળયુગી પુત્રએ પિતાની હાથની આંટી મારી ગળું દબાવી હત્યા કરી હોવાનો બનાવ બન્યો હતો. જેમાં આરોપી પુત્રની પોલીસ દ્વારા ધરપકડ કરી ગોધરા ખાતે કોરોના ટેસ્ટ માટે કોવિડ કસ્ટડીમાં ખસેડવામાં આવ્યો હતો અને ગોધરા સરકારી ક્વોરેન્ટાઇન હોલ ખાતે ક્વોરેન્ટાઇન કરાયો હતો.

પિતાની હત્યા કર્યા બાદ ક્વોરેન્ટાઇન પુત્રએ પણ આત્મહત્યા કરી

જેમાં હત્યાના આરોપી પ્રવિણ પરમારે મોડી રાત્રીના સુમારે ચાદર વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનો બનાવ બનતા પોલીસ પ્રશાંસનમાં હડકંપ મચી ગઇ હતી. ગોધરા તાલુકાના નાની ડસાર ગામ ખાતે 26 મેના રોજ પુત્ર પ્રવિણ પરમાર અને તેની પત્ની રીટા વચ્ચે કોઈક કારણોસર ઝઘડો કરી રહ્યો હતો, ત્યારે તે સમય દરમિયાન પિતા નરવતભાઈ પરમાર દ્વારા પુત્રને ઝઘડો ના કરવા ઠપકો આપતા પુત્ર પ્રવિણ એકદમ આવેશમાં આવી જઈ પિતાના ગળાની હાથની આંટી મારી ગળું દબાવી હત્યા કરી હતી.

આ મામલે મૃતકના પત્ની હરખાબેન દ્વારા હત્યારા પુત્ર સામે કાયદેસરની કાર્યવાહી કરવા કાકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારા પુત્ર સામે પોતાના પિતાની હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી કોરોના ટેસ્ટ માટે કોવિડ કસ્ટડીમાં ગોધરા ખાતે સરકારી કવોરેન્ટાઇન હોલ ખાતે ખસેડાયો હતો.

શહેરના ગોધરા દાહોદ રોડ ખાતે આવેલી કૃષિ ઇજનેરી કોલેજના પાછળના ભાગે ગત રોજ રાત્રીના સુમારે ગોધરા સરકારી ક્વોરેન્ટાઇન હોલમાં રાખવામાં આવેલા પ્રવિણ પરમારે બિસ્તર પર પાથરેલી ચાદર વડે ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ બનતા પોલીસ પ્રશાસનમાં ભારે હડકંપ મચી જવા ગઇ હતી. પોલીસ પ્રશાસન દ્વારા મૃતકને પી.એમ.અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ બાદ વડોદરા ફોરેન્સીક ખાતે પી.એમ અર્થે લઇ જવાયા હોવાનું માલુમ પડ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details