ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરા નગરપાલિકાના પ્રમુખે લીલીયો ખેસ છોડીને કેસરિયો ધારણ કર્યો - congress

ગોધરામાં ફેબ્રુઆરીમાં યોજાયેલી નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપને 18 અને અપક્ષને 18 સીટો મળી હતી. સત્તા બનાવવા માટે ભાજરે અપક્ષ સાથે ગઠબંધન કર્યું હતું અને સત્તા મેળવી હતી.

election
ગોધરા નગરપાલિકાના પ્રમુખે લીલીયો ખેસ છોડીને કેસરિયો ધારણ કર્યો

By

Published : Jul 17, 2021, 7:25 AM IST

  • ગોધરાના રાજકારણમાં ઉથલપાથલ
  • ફેબ્રુઆરી મહિનામાં યોજાઈ હતી પાલિકાની ચૂંટણી
  • શુક્રવારે ભાજપે મેળવી સત્તા

પંચમહાલ: ફેબ્રુઆરી મહિનામાં ગોધરા નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 11 વોર્ડની 44 બેઠકો પૈકી ભાજપને 18, અપક્ષને 18, કોંગ્રેસને 1 અને AIMIMને 7 બેઠકો મળી હતી. સ્પષ્ટ બહુમતી ન મળતાં સત્તા મેળવવા માટે અપક્ષ તેમજ AIMIMના સભ્યોનો સહકાર ફરજીયાત બન્યો હતો. આ વચ્ચે AIMIMના 7 સભ્યોને સાથે રાખીને અપક્ષ દ્વારા ગોધરા નગરપાલિકામાં સત્તા મેળવવામાં આવી છે.

તમામ સમિતી પર કબ્જો

થોડા સમય અગાઉ ગોધરા ખાતે મળેલી સામાન્ય સભામાં ભાજપે તમામ સમિતિઓ પર કબ્જો મેળવ્યો હતો.જેમાં પાલિકા પ્રમુખ સંજય સોની હાજર રહ્યા નહોતા અને ભાજપને કોર્ટમાં લઈ જવાની ચીમકી પણ ઉચ્ચારી હોવાની વાતો વહેતી થઈ હતી.જો કે આજે આ રાજકીય ખેલનો શુક્રવારે સુખદ અંત આવ્યો હતો.અને ભાજપ સામે થયેલા પાલિકા પ્રમુખ આજે વિધિવત ભાજપ સાથે જોડાયા હતા.

આ પણ વાંચો: મોરવા હડફના ભાજપ ધારાસભ્ય નિમિષા સુથારને હાઇકોર્ટે સમન્સ પાઠવ્યું

ફરી જોડાયા ભાજપમાં

ગોધરા ખાતે આવેલ કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ અસ્વીન ભાઈ પટેલ ,ગોધરા ધારાસભ્ય સી કે રાઉલજી અને બીજા અન્ય ભાજપના આગેવાનોની હાજરીમાં લીલીયો ખેસ અને અપક્ષ સાથેનો સાથ મૂકી કેસરિયો ધારણ કર્યો હતો અને ભાજપે નગર પાલિકામાં પોતાની સતા મેળવી છે.

આ પણ વાંચો: 'ચૂંટણી પહેલાં લાગતું હોય છે કે ભાજપનો સફાયો થઈ જશે, પરંતુ સફાયો કોંગ્રસનો જ થઈ જાય છે': કોંગી ધારાસભ્યનો ધડાકો

ABOUT THE AUTHOR

...view details