પંચમહાલ: ગોધરા તાલુકાના છેવાડે આવેલા અસારડી ગામના ગ્રામજનો દ્રારા ગુરૂવારે જિલ્લા વહીવટી તંત્રને રસ્તા બનાવાની રજૂઆતને લઈને આવેદન આપવામા આવ્યું હતું. અસારડીના બજાણીયા ફળિયામાં અવર-જવરનો રસ્તો ન હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી જો રસ્તો બનાવામાં આવેતો ભવિષ્ય માટે આશીર્વાદરૂપ બની શકે છે. આ અંગે અગાઉ પણ ગ્રામજનો દ્રારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી.
ગોધરા તાલુકાના અસારડી ગામના લોકોએ રસ્તાના મુદ્દે આપ્યું આવેદન
પંચમહાલ જિલ્લાના અસારડી ગામના લોકોએ રસ્તાની સમસ્યાથી કંટાળીને જિલ્લા વહિવટી તંત્રને આવેદન પાઠવ્યું હતું. જેમાં ગ્રામલોકોએ રસ્તો બનાવવાની માગ કરી છે.
ગોધરા તાલુકાના અસારડી ગામના લોકોએ રસ્તાના મુદ્દે આવેદન આપ્યું
પંચમહાલ જિલ્લાના છેવાડે આવેલા અસારડી ગામના બજાણીયા ફળિયામાં રસ્તાની સમસ્યાથી પરેશાન ગ્રામજનોએ ગુરૂવારે ગોધરા ખાતે જિલ્લા સેવા સદનમાં જિલ્લા વહિવટી અધિકારીને આવેદન આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, અસારડી બજાણીયા ઘોડા વિસ્તારમાં 350 જેટલા માણસોની વસ્તી છે. જેથી વિસ્તારથી 500 મીટર દૂર આવેલા અસારડી એપ્રોચ રોડ સાથે જોડતો રસ્તો બનાવી આપવામાં આવે તો આર્શિવાદ રૂપ બની શકે તેમ છે.