- સમગ્ર રાજ્યમાં કોરોના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો
- ધાર્મિક સ્થાનોને કોરોના વાઈરસને લઇ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો
- પાવાગઢ મંદિર પણ ચૈત્ર નવરાત્રી દરમિયાન બંધ રાખવાનો નિર્ણય
પંચમહાલ: સમગ્ર રાજ્યમાં કોરોનાની સેકન્ડ વેવને કારણે કોરોના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. તો બીજી તરફ ધાર્મિક સ્થાનોને કોરોના વાઈરસને લઇ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ મંદિર પણ ચૈત્ર નવરાત્રી દરમિયાન બંધ રાખવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જેની મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રેસ બ્રિફ કરી જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો :બાવન શક્તિપીઠમાંનું એક પાવાગઢ મંદિર નવરાત્રિ દરમિયાન રહેશે બંધ
12 એપ્રિલથી 28 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે પાવાગઢના દ્વાર બંધ કરી દેવામાં આવશે
આગામી 13 એપ્રિલથી ચૈત્ર નવરાત્રી શરુ થવા જઈ રહી છે, ત્યારે નવરાત્રી પર્વમાં શક્તિપીઠ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શનનો લાભ લેવા માટે આવતા હોય છે. નવરાત્રી સિવાય પણ દરરોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનો ઘસારો પાવાગઢ ખાતે રહેતો હોય છે. ત્યારે હાલ ચાલી રહેલા કોરોના વાઈરસના સેકન્ડ વેવને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા એડવાઈઝરી બહાર પાડીને તમામ જાહેર સ્થળો અને યાત્રાધામોને બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી.