ગુજરાત

gujarat

ETV Bharat / state

આ વ્યક્તિને ખેતરમાં બે ભુત મારી નાખવાની આપી રહ્યા છે ધમકી, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન - Panchmahal district news

પોલીસ પાસે લોકો નતનવી ફરીયાદો લઈને આવતા હોય છે પણ પંચમહાલમાં એક વ્યક્તિએ તો હદ જ કરી દીધી હતી. પંચમહાલના જાંબુઘોડામાં એર વ્યક્તિ 2 ભૂત સામે અરજી આપવા પહોચ્યો હતો. પોલીસે અરજી તો લઈ લીધી હતી પણ તપાસમાં જાણવા મળ્યું હતુ કે અરજદાર માનસિક રોગથી પીડાઈ રહ્યો છે.

ભૂત
જાબુંઘોડામાં ભૂતોની સામે IPC ધારા 506 દાખલ કરવામાં આવી, કેમ ?

By

Published : Jun 30, 2021, 12:33 PM IST

  • જાબુંઘોડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી વિચિત્ર ફરીયાદ
  • એક વ્યક્તિએ ભૂત વિરુદ્ધ કરવામાં આવી ફરીયાદ
  • ફરીયાદી માનસિક રોગી

પંચમહાલ: જિલ્લાના જાંબુઘોડા પોલીસ મથકે એક વ્યક્તિ વિચિત્ર અરજી સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. 2 ભૂતો તેને જાનથી મારી નાખવાની આપી ધમકી આપી રહ્યા છે એવી અરજી જાંબુઘોડાના જોટવડ ગામના એક વ્યક્તિએ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતાં અરજદાર માનસીક બિમારીથી પીડાતો હોવાનું બહાર આવ્યું હતું.

ભૂતો વિરૂદ્ધ ફરીયાદ

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામના અરજદાર વરસંગ ભાઈ બારીયાએ જાંબુઘોડા પોલીસ મથકમાં લેખિત અરજી આપી જણાવ્યું છે કે ખેતરમાં કામ કરતી વખતે ભૂતોની ટોળકી આવી હતી અને આ ટોળકીમાંથી 2 ભૂતો અરજદાર વરસંગ બારીયા પાસે આવીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે એટલે હું દોડીને પોલીસ સ્ટેશનમાં આવીને મારી જાન બચાવવાની અરજ કરી છે.

આ પણ વાંચો :સુરત ચોક બજાર પોલીસ દ્વારા દુષ્કર્મના આરોપીની ધરપકડ કરવામાં આવી

ફરીયાદી માનસિક બિમારીનો શિકાર

જાંબુઘોડા પોલીસ દ્વારા સમગ્ર મામલે અરજદાર દ્વારા આપેલી અરજી ઇનવર્ડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા અરજદાર વરસંગ બારીયા માનસિક બીમારીથી પીડાતો હોવાનું સામે આવ્યું હતું. જાંબુઘોડા પોલીસ મથકમાં અરજદારએ ભૂતો દ્વારા મારી નાખવાની ધમકી મળ્યા હોવાની અરજી આપવામાં આવી હોવાની વાત જાણીને સૌ કોઈને આશ્ચર્ય થવા પામ્યું હતું.

જાબુંઘોડામાં ભૂતોની સામે IPC ધારા 506 દાખલ કરવામાં આવી, કેમ ?

આ પણ વાંચો :અરવલ્લીના મોડાસા માર્કેટયાર્ડમાં તોલ-માપ સંદર્ભે ખેડૂતે વેપારી વિરૂદ્વ પોલીસ ફરીયાદ નોંધાવી

પરિવારની જાણ બહાર કરવામાં આવી ફરીયાદ

સમગ્ર મામલે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસ મથકે કોઈપણ અરજદાર દ્વારા આપવામાં આવતી અરજીને સ્વીકારી અને તેની તપાસ કરવી તે ફરજ બનતી હોય છે, જેથી અરજી સ્વીકારવામાં આવી હતી અને તે બાબતે તપાસ કરવામાં આવતા અરજદાર માનસિક બીમાર હોવાનું માલુમ પડયું હતું. જોકે પોલીસ મથકે આપવામાં આવેલી અરજી પરિજનોની જાણ બહાર જ આપવામાં આવી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે માનવતા દાખવીને અરજદારને યોગ્ય સારવાર મળી રહે તે અંગે માનસિક રોગના નિષ્ણાંત સાથે સંપર્ક કરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details