- અમિત અરોરાની અધ્યક્ષતામાં અવેરનેસ કાર્યક્રમનું આયોજન
- HIV સંક્રમણ થવાના કારણો અને અંગેની સાચી માહિતી
- કાર્યક્રમમા કર્મચારીઓ-અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
પંચમહાલઃ જિલ્લામાં ગોધરા ખાતે સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી અને GSRTCના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેક્ટર અમિત અરોરાની અધ્યક્ષતામાં અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાની ST વર્ક શોપ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિતજનોને સંબોધતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, HIV સંક્રમણ થવાના કારણો અને બચાવ માટે રાખવાની થતી સાવધાનીઓ અંગેની સાચી માહિતી જનસામાન્ય સુધી પહોંચે તે હેતુંથી HIVના ફેલાવાને રોકવાની દિશામાં સૌથી વધુ અસરકારક રહેશે.
એઈડ્સની ઉત્તમ સારવાર ઉપલબ્ધ
એઈડ્સની ઉત્તમ સારવાર ઉપલબ્ધ થઈ છે, ત્યારે પીડિત વ્યક્તિઓને લાગણીભરી મદદ અને હૂંફ તેમના પુનઃસ્થાપનમાં તેમજ બાકીનું જીવન સારી રીતે વ્યતીત કરવામાં અતિ ઉપયોગી સાબિત થઈ શકે છે. HIV અને એઈડ્સ વિશે હજી પણ સમાજમાં મોટા પાયે ગેરસમજણ પ્રવર્તે છે, ત્યારે આ પ્રકારના જાગરૂકતા કાર્યક્રમો સાચી માહિતી પ્રસરાવવા ઉપયોગી બની શકે તેમ જણાવતા તેમણે ST વિભાગને આ પ્રકારના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.