ગુજરાત

gujarat

By

Published : Mar 14, 2020, 6:46 PM IST

Updated : Mar 14, 2020, 7:01 PM IST

ETV Bharat / state

કાલોલ ખાતે દુકાનમાં લાગી આગ

પંચમહાલ જિલ્લાના કાલોલ ગામના બસ સ્ટેન્ડ પાસે દુકાનોમાં શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ લાગી હતી. જેની જાણ થતાં જ કાલોલ ફાયર બિગ્રેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

Kalol
કાલોલ

પંચમહાલ: જિલ્લાના કાલોલ બસ સ્ટેશન પાસે આવેલી ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બાજુમાં આવેલી કટલેરીની દુકાન અને ઉપરના ભાગે આવેલા ચંદ્રલોક ગેસ્ટ હાઉસમાં પણ આગ પ્રસરી હતી. આગ લાગતાં જ નજીકના દુકાનદારો દોડી આવ્યા હતા અને આગે બૂઝાવવાના પ્રયાસ શરૂ કર્યાં હતા. ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લીધી હતી.

કાલોલ ખાતે દુકાનમાં લાગી આગ

આ આગના પગલે ગેસ્ટ હાઉસ અને દુકાનોનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે રહેણાંક વિસ્તાર હોવા છતાં કોઇ જાનહાની થઇ નહોતી. તેમજ ઘટનાની જાણ થતાં પોલીસ, નગરપાલિકા પ્રમુખ, તેમજ કાલોલ મામલતદાર કચેરી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. આ ઉપરાંત ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

Last Updated : Mar 14, 2020, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details