ગુજરાત

gujarat

ETV Bharat / state

MLA પાસે જવાબ માંગતા નાગરિકને કરાયો તડીપાર, ધારાસભ્યએ કોર્ટમાં કહ્યું - હું SDMના સમર્થનમાં નથી - ધારાસભ્યએ રજૂ કર્યો જવાબ

પંચમહાલના ગોધરાની એક ઘટના સામે આવી છે, જેમાં ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજી પાસેથી એક નાગરીકે સ્થાનિક પ્રશ્નોને લઈને જવાબ માંગતા સ્થાનિક SDM દ્વારા નાગરિકને તડીપાર કરી દેવામાં આવ્યો હતો. આ મામલે આ નાગરિક દ્વારા અરજી કરી હતી, આથી આજે બુધવારે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ધારાસભ્યએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, તેઓ તે વ્યક્તિને તડિપાર કરવાના SDMના નિર્ણયને સમર્થન આપતા નથી.

MLA પાસે જવાબ માંગતા નાગરિકને કરાયો તડીપાર,
MLA પાસે જવાબ માંગતા નાગરિકને કરાયો તડીપાર,

By

Published : Aug 18, 2021, 9:48 PM IST

  • ગોધરાના નાગરિકે ધારાસભ્યને પ્રશ્ન કરતા SDMએ કર્યો તડીપાર
  • અગાઉ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે તડીપાર ઉપર સ્ટે આપ્યો હતો
  • આજે ફરીવાર સુનાવણી થતાં ધારાસભ્યએ રજૂ કર્યો પોતાનો જવાબ

પંચમહાલ : ગોધરામાં ધારાસભ્ય સી. કે. રાઉલજી પાસેથી પોતાના પ્રશ્નોનો જવાબ માંગતા સ્થાનિક SDM દ્વારા નાગરિકને તડીપાર કરી દેવાતા આ મામલે આજે બુધવારે ફરીવાર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં ધારાસભ્યએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, તેઓ નાગરિક પ્રવીણ ચારણના તડીપારના ઓર્ડરમાં SDM ના નિર્ણયને સમર્થન આપતા નથી. તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે, મારા પુત્રએ માત્ર બનાવ મુજબ ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે તડીપારના ઓર્ડર માટેની કોઈ જ ચર્ચા કરવામાં આવી નથી.

આ પણ વાંચો:ડરાવી, લાલચ આપી લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવનારાઓને જ કાયદાથી ડરવાની જરૂર : એડવોકેટ જનરલ

શું છે સમગ્ર મામલો?

ભારતની લોકશાહી કે જ્યાં તમામ નાગરિકોને પોતાના પસંદગી કરાયેલા ઉમેદવારને સ્થાનિક પ્રશ્નોને લઈને હિસાબ માંગવાનો અધિકાર છે, ત્યારે ગોધરામાં પી કે ચારણ નામના એક વ્યક્તિએ સ્થાનિક સમસ્યાઓનો નિકાલ ન આવતા ધારાસભ્યને ફોન કરી ધમકી આપી હતી. તેણે ફોન કરીને કહ્યું હતું કે, અમારી મદદથી તમે ચૂંટણી જીતો છો, તો અમે જે કામો કહીએ તે કામ થવા જોઈએ, નહીંતર તમને અમારા ગામમાંથી નીકળવા દઈશું નહીં. આ સામે ધારાસભ્યના દીકરાએ FIR પણ નોંધાવી હતી. જેને પગલે SDM એ તેને આસપાસના જિલ્લામાંથી અને શહેરમાંથી 2 વર્ષ માટે તડીપાર કર્યો હતો. જોકે કોર્ટે સુનાવણી દરમિયાન તડીપાર ઉપર સ્ટે આપ્યો હતો.

આ પણ વાંચો:દુબઈથી લાવેલા આઇફોનની જપ્તી મામલે હાઈકોર્ટે કસ્ટમ વિભાગને જવાબ રજૂ કરવા આદેશ આપ્યો

ABOUT THE AUTHOR

...view details