પંચમહાલઃ જિલ્લાના શહેરાના નગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગને બાતમી મળી હતી કે, કનૈયા ડેરીની દુકાનમાં નકલી દૂધ બનાવમાં આવી રહ્યું છે. જેને લઈ ડેરીની તાપસ કરતા ત્યાંથી યુરિયા ખાતરતેમજ તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ફૂડસેફ્ટી વિભાગે દુકાનને સિલ કરી વધુ તપાસ તેજ કરી છે.
પંચમહાલના શહેરાનગરમાંથી સફેદ દૂધનો કાળો કારોબાર ઝડપાયો - The black market of milk was caught from the sahera city
દૂધ પીનારા ચેતી જજો... ક્યાંક તમારૂં દૂધ યુરિયા ખાતરનું તો નથી ને?, હા નકલી દૂધ બનાવી બનાવતી ડેરી પંચમહાલ જિલ્લાના શહેરાખાતેથી ઝડપાઇ છે. પંચમહાલમાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. સફેદ દૂધનો કારોબાર ઝડપી પાડ્યો છે, જ્યા યુરિયા ખાતરમાંથી દૂધ બનાવવામાં આવતું હતું.
![પંચમહાલના શહેરાનગરમાંથી સફેદ દૂધનો કાળો કારોબાર ઝડપાયો પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાંથી દૂધનો કાળો કારોબાર ઝડપાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7742832-thumbnail-3x2-pml.jpg)
શહેરામાં દૂધમાં ભેળસેળ કરતા એક મકાન પર નગરપાલિકા દ્વારા છાપો મરાયો હતો. શહેરા નગરપાલિકા વિસ્તારના લખારા સોસાયટીની સામે જૂની GEBની બાજુમા આવેલા ભાડાના મકાનમા દૂધનું ભેળશેળ ચાલી રહ્યુ હતું. દિલીપકુમાર ભરતભાઈ પરમાર નામના યુવક દૂધને ભેળશેળ કરતો હતો. તેલ અને યુરિયા ખાતર ભેળશેડ વાડુ દૂધ કનૈયા ડેરી ફાર્મમાં વેચાણ કરતો હતો.
શહેરા નગરપાલિકા સેનેટરી ઈન્સ્પેકટર જીતેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા તમામ ભેળસેડનું કૌભાંડ પકડવામાં આવ્યું હતું. શહેરા નગરપાલિકા દ્વારા મકાન અને દૂધની ડેરીને સીલ કરવામા આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.