ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલની પાનમ હાઇલેવલ કેનાલમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો - Panchmahal news

પંચમહાલ જીલ્લાના શહેરા તાલૂકાના ઉમરપૂર ગામે 21 જાન્યુઆરીના રોજ સાંજે પાનમ હાઇલેવલ કેનાલમાં શાળાથી છુટી ઘરે જતી વિદ્યાર્થીની પારુલ મકવાણા કેનાલમાં પગ લપસતા પડી ગઇ હતી. જોકે, તંત્ર દ્રારા સાંજે અંધારુ થઇ જવાને કારણે શોધખોળની કામગીરી બંધ કરવામાં આવી હતી. આજે સવારે કેનાલમાંથી પારુલનો મૃતદેહ મળી આવ્યો હતો.

પંચમહાલ
પંચમહાલ

By

Published : Jan 22, 2020, 7:25 PM IST

પંચમહાલઃ શહેરા તાલૂકાના ઉમરપૂર ગામે પાનમ હાઇલેવલ કેનાલમાં 21 જાન્યુઆરીની સાંજે કેનાલમાં પગ લપસતા ડૂબી જતી વિદ્યાર્થીની પારુણ મકવાણાને આજે બચાવ ટીમ દ્રારા મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી હતી.

પંચમહાલની પાનમ હાઇલેવલ કેનાલમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો

મૃતદેહને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. વ્હાલી દીકરી ગુમાવતા પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો.

ABOUT THE AUTHOR

...view details