- અરવિંદ બારીઆને ગામની યુવતી સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયા
- રાત્રિએ નાડા ગામમાં આવેલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે તેઓ મળ્યા
- ગળેફાંસો ખાઈને એક બીજાને એક થવા માટે પોતાનું જીવન ટૂંકાવી દીધું
પંચમહાલ: નાડા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં સ્થાનિક ગામના યુવાન યુવતીએ દોરડા વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. પોલીસ સ્થળ પર પહોચી જઈને બંન્નેના મૃતદેહને નીચે ઉતારી PM અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ બનાવને લઇને શાળા ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
લોખંડની પાઇપ પર દોરડું બાંધીને ગળેફાંસો ખાધો
નાડા ગામમાં રહેતા અરવિંદ બારીઆને ગામની યુવતી સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયા હતા. આ બંન્નેને એમ હતુ કે, સમાજ તેમના પ્રેમને સ્વીકારે નહીં તેઓ ડર હોવાથી બંન્નેએ ફાની દુનિયાને અલવિદા કરવા શનિવારની રાત્રિએ નાડા ગામમાં આવેલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે તેઓ મળ્યા હતા. પ્રાથમિક શાળાના પહેલા માળે લોખંડની પાઇપ પર દોરડું બાંધીને ગળેફાંસો ખાઈને એક બીજાને એક થવા માટે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતુ. જ્યારે રવિવારની સવારમાં શાળા પાસેથી પસાર થતા સ્થાનિક ગ્રામજનને બંને પ્રેમી પંખીડાના મૃતદેહ લટકેલી હાલતમાં જોવા મળતા તેઓએ બૂમાબૂમ કરી મુકી હતી.
આ પણ વાંચો:સુરત ફાયર વિભાગના જવાનનો પૂર્ણા નદીમાંથી મળી આવ્યો મૃતદેહ, આત્મહત્યાની આશંકા