પંચમહાલમાં ઉતરાયણ પર્વ પર અવનવા માસ્કની બોલબાલા વધી - ઉતરાયણ પર્વમાં અવનવા માસ્ક
પંચમહાલઃ રાજ્ય સહિત જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરાશે. જિલ્લાવાસીઓ પોતાના મકાનની અગાશી પર ચઢીને પતંગ ચગાવશે. એ કાપ્યો છે, લપેટની બૂમોથી મંગળવારે આકાશ ગૂંજી ઉઠશે.
ઉતરાયણ પર્વમાં અવનવા માસ્કની બોલબાલા વધી
ઉતરાયણમાં પતંગ ચગાવવાની સાથે સાથે હવે અવનવા માસ્ક અને ટોપી પહેરીને પતંગ ચગાવાનું ચલણ વધ્યું છે. તેમજ નાના-મોટા પીપૂડાઓનું બાળકોમાં ખાસ આકર્ષણ હોય છે. ગોધરા શહેરમાં આવેલા માર્ગો ઉપર અન્ય શહેરમાં આવેલા વેપારીઓએ વેચાણ શરૂ કર્યા છે. જેમાં વેપારીઓ પ્રાણીઓના ચહેરો ધરાવનાર તેંમજ હોરર માસ્કનું વેચાણ કરી રહ્યા છે. તેમજ વિવિધ પ્રકારની ટોપીઓ અને નાના-મોટા પીપૂડાઓનું વેચાણ કરી રહ્યા છે. ઉત્તરાયણના આગળા દિવસે જિલ્લાવાસીઓએ પતંગ દોરા ની સાથે સાથે ખરીદી કરી હતી.