- પંચમહાલ જિલ્લામાં આ અભિયાન ક્યાં પહોંચ્યું છે...?
- અભિયાન પહેલા ગામડાંની સ્થિતિ શું હતી ?
- પંચમહાલ જિલ્લાની પડદા પાછળની સ્થિતિ
પંચમહાલ: જિલ્લાના અંતરિયાળ ગામોમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઓછું છે. તેવું હાલ સરકારી ચોપડે જોવા મળી રહ્યું છે અને એમાંય ખાસ કરીને જિલ્લાના આદિવાસી બાહુલ્ય ધરાવતા તાલુકાઓમાંતો તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન ટ્રેસિંગ , ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટ સહિતની કામગીરી કરવામાં આવી છે અને જેને લઈને જ ગ્રામ્ય વિસ્તારોમાં હાલ સંક્રમણ ઓછું હોવાનું સ્થાનિક તંત્ર દ્વારા દાવાઓ કરી પોતાની પીઠ થાબડી હતી ,તો બીજી તરફ જિલ્લાના પ્રભારી પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના અભિનંદન પણ મેળવ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા સતત કરવામાં આવી રહેલા આ તમામ દાવાઓના પડદા પાછળની સ્થિતિ શું છે તે જાણીએ.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ખટવા ગામની સ્થિતિ
ખટવા ગામમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ અંગેની અમને જે માહિતી મળી તે ખૂબ જ ચોંકવાનારી હતી. તંત્રના તમામ દાવાઓની પોલ ખોલનારી હતી. ખૂબ જ અંતરિયાળ એવા આ ખટવા ગામમાં છેલ્લા 20 દિવસમાં 11 જેટલા લોકોના મોત થયા છે. જેમાંથી 4 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ હતા, જયારે અન્ય કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા હતા. શંકાસ્પદ એટલા માટે કેમ કે તેઓના કોરોનાના ટેસ્ટ જ થયા ન હતા. ગામમાં આરોગ્યલક્ષી એકપણ સેવા હાલ ઉપલબ્ધ નથી.
આ પણ વાંચો: સુરત ગ્રામ્યમાં કોરાનાના વધુ 269 પોઝિટિવ કેસ નોંધાયા
સ્ટાફના અભાવે નિદાન-સારવાર વગર જ પરત આવવું પડે છે
ગામથી દુર 7 કિ.મી. દૂર આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહારે ગ્રામજનો સારવાર માટેની આશા લઈને તો જાય છે પરંતુ આ PHC સેન્ટર ખાતે તબીબ અને સ્ટાફના અભાવે નિદાન-સારવાર વગર જ પરત આવવું પડે છે અથવા તો ખાનગી તબીબનો સહારો લેવો પડે છે. ગામમાં કોરોનાકાળ શરુ થયો ત્યાંથી અત્યાર સુધી નથી કરવામાં આવ્યું કોઈ આરોગ્ય સર્વેલન્સ કે કોઈ તપાસ કે નથી થયો કોઈ દવાનો છંટકાવ. થઈ છે તો માત્ર કાગળ પર વાતો અને પોકળ દાવાઓ, ગામમાં શું છે તકલીફ અને હાલ ગામમાં કોરોના સંક્રમણની સ્થિતિ શું છે જાણીએ સ્થાનિક ગ્રામજનો પાસેથી.....
તંત્રના પેટનું પાણી પણ હલતું જ નથી
ગામમાં 11 વ્યક્તિઓના મોત માત્ર 20 દિવસના ટૂંકા સમયમાં થઈ ગયા. મોત પાછળનું કારણ ગામલોકોએ જણાવી રહ્યા છે કે, ટેસ્ટ થયા જ નહિ અને ટેસ્ટ ન થવાને લઈને સારવાર શું અને ક્યાં કરાવવી એ ખબર જ ન પડી અને જેને લઈને આ મોત થયા છે. ટૂંકમાં આરોગ્યલક્ષી સેવાઓના અભાવે જીવ ગુમાવ્યા, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું જ નથી. સરકારી ચોપડે તો ગામમાં કોઈ મોત થયા જ નથી કે, ગામમાં કોઈ કોરોના પોઝિટિવ દર્દી પહેલા પણ નહોતો અને હાલ પણ નથી ! તો પછી આ દ્રશ્યો જુઓ, દ્રશ્યોમાં જોવા મળતા આ વૃદ્ધ હાલ કોરોના પોઝિટિવ છે અને હાલ ઘરે જ ખાનગી તબીબના સહારે સારવાર લઇ રહ્યા છે. તો બીજા આ દ્રશ્યો પણ જૂઓ આ ઉંમરલાયક મહિલા પણ કોરોના પોઝિટિવ છે અને તેઓ પણ હાલ ઘરે જ સારવાર લઈ રહ્યા છે. આ મહિલાને પોતાના પરિવારજનોની ચિતા છે માટે તેઓ એક છત વગરના મકાનમાં હાલ અલગ રહી રહ્યા છે.