ગોધરાઃ શહેરના સમ્રાટ નગરમાં રહેતાં નિવૃત ડેપ્યૂટી કલેક્ટર ગુલાબસિંહ વાગડીયાના પુત્ર અને મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારના ભાઈ કુલદીપ વાગડીયાએ સિવિલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે. હાલ કુલદીપ ગોધરામાં એન્જિનિયર તરીકેની સ્વતંત્ર કામગીરી કરતો હતો. મળેલી માહિતી મુજબ કુલદીપ ગુરુવારે પોતાના ઘરે જ હતો. તે દરમિયાન જ તેણે તેના રહેણાંક મકાનમાં બીજા માળે આવેલા રૂમમાં રોજિંદા ક્રમ મુજબ કસરત કરવા માટે ગયો હતો. રૂમમાં ગયા પછી નીચે નાસ્તો કરવા માટે આવ્યો ન હતો. આથી તેમના પરિવારજનોએ તપાસ કરી હતી. ત્યારે તેઓ રૂમમાં તપાસ માટે ગયા હતા, ત્યાં તેઓએ કુલદીપને પંખા પર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ લટકતા જોઈ પરિવારજનોની પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હોય તેવું અનુભવ્યુ હતું. આ સાથે જ સ્વજનોમાં દોડધામ મચી ગઇ હતી.
ગોધરાના નિવૃત ડેપ્યૂટી કલેક્ટરના પુત્રએ કરી આત્મહત્યા - Godhra corona
પંચમહાલ જિલ્લાના મોરવા હડફના માજી ધારાસભ્ય નિમિષાબેન સુથારના ભાઈએ ગળેફાંસો ખાઈ જીદંગી ટૂંકાવી લેતાં ચકચાર મચી જવા પામી છે. આત્મહત્યા કરનાર યુવક ગોધરાના સમ્રાટનગરમાં તેમના મકાનમાં પંખા સાથે દોરડું બાંધી અચાનક જીદંગી ટૂંકાવી લેતાં પરિવારમાં શોક ફરી વળ્યો છે. પરંતુ કુલદીપે આ પગલું શા માટે ભર્યુએ સમજી શક્યા નથી.
![ગોધરાના નિવૃત ડેપ્યૂટી કલેક્ટરના પુત્રએ કરી આત્મહત્યા ગોધરાના નિવૃત ડેપ્યુટી કલેક્ટરના પુત્રએ કરી આત્મહત્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7680861-692-7680861-1592552877927.jpg)
યુવકે આત્મહત્યા કરી હોવાની જાણ થતાં તેમની બહેન મોરવા હડફના માજી ધારાસભ્ય નિમિષાબેન સુથાર પણ દોડી આવ્યા હતા. બનાવ અંગે ગોધરા A ડીવીઝન પોલીસ મથકને જાણ કરવામાં આવતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટના સ્થળેથી કુલદીપના મૃતદેહને PM માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડી અકસ્માતે મોત અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે.
હાલ કુલદીપની આત્મહત્યાનું રહસ્ય અકબંધ રહ્યું છે. પરંતુ સરળ સ્વભાવ ધરાવતા યુવકે અચાનક આત્મહત્યા કરવાનું પગલું ભરી લેતાં સ્વજનોના પગ નીચેથી ધરતી ખસી ગયાની સ્થિતિનું નિર્માણ થયુ છે, આ સાથે જ પરિવારના લોકો શોકમગ્ન બની ગયા છે.