- ન્યુઝ પેપરમાં બ્લેક એન્ડ વાઇટ હિન્દી ભાષામાં પ્રટિંગ કરેલી એક પત્રિકા વાયરલ કરી
- JIO 4G રિલાયન્સ 4G ટાવર કંપનીમાં તાત્કાલિક નોકરીની ખોટી જાહેરાત કરી
- પેટીએમ તથા ફોન-પે એકાઉન્ટમાં નોકરી આપવાના બહાને નાંણા જમા કરાવતો
પંચમહાલ :એક હિન્દી ભાષી ઉતરપ્રેદશ બાજુનો શંકાસ્પદ વ્યક્તિ ન્યુઝ પેપરમાં બ્લેક એન્ડ વાઇટ હિન્દી ભાષામાં પ્રટિંગ કરેલી એક પત્રિકા વાયરલ કરી હતી. જેમાં નોકરી માટે જરૂરિયાતમંદ યુવાનોએ પોતાના અભ્યાસ મુજબ હોદ્દો અને પગાર મળશે. હિન્દી ભાષામાં છાપેલી પત્રિકામાં JIO 4G રિલાયન્સ 4G ટાવર કંપનીમાં તાત્કાલિક છોકરા અને છોકરીઓને નોકરી આપવામા આવશે.
જાહેર સ્થળોએ પત્રિકાઓ ચોંટાડતો હોય તેવા અનુમાને વોચ ગોઠવવામાં આવી
આ જાહેરાત વાળી પત્રિકા ગોધરામાં વાયરલ થઇ હતી. તે પૈકીની એક પત્રિકા હાથ લાગતા તેમાં લખેલા મોબાઇલ સીમ નં.8400329468નો ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરતા ગોધરા બસ સ્ટેન્ડની આસપાસ ફરતો હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું. જેથી જાહેર સ્થળોએ પત્રિકાઓ ચોંટાડતો હોઇ શકે તેવુ અનુમાન કરીને તે વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી.
આ પણ વાંચો : ઓનલાઇન નાણાં પડાવનારની વડોદરા પોલીસે ઉત્તર પ્રદેશથી અટકાયત કરી
રૂપિયા 26,340/-ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા
SOG શાખાના પોલીસ તથા બે પંચના માણસોને સાથે લાલબાગ બસ સ્ટેન્ડમાં અંદરના ભાગે ગોઠવાયેલા હતા. વોચને આધારે તપાસ કરતા એક શખ્સ પોતાના હાથમાં પ્લાસ્ટિકની થેલીમાં કાગળોના બંડલો લઈને ફરતો જણાતો હતો. તેને તાત્કાલિક પકડી લઇને તેના હાથમાની થેલાને લઇને તપાસ કરતા કુલ 7 બંડલ(રીમ) 35,00 રિલાયન્સ જીયો 4G કંપનીની છોકરા-છોકરીઓને નોકરી આપવાની પત્રિકાઓ બ્લેક એન્ડ વાઇટ કલરમાં તથા ફેવીકોલ તથા મોબાઇલ નંગ-03 અને રોકડ રૂપિયા 20,200/- મળીને કુલ રૂપિયા 26,340/-ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ઊંઝામાં કામલીના યુવકને 10 હજાર આપવાનું કહી 97 હજારની ઠગાઇ કરી દીધી
7 વ્યક્તિઓ પાસેથી એકાઉન્ટમાં નાંણા જમા કરાવ્યા
તેનું નામઠામ પુછતા અંશુકુમાર રાકેશ તવારી છે અને તે કાનપુર ઉત્તરપ્રદેશનો હોવાનું જણાવ્યું હતું. આરોપીએ પોતે દાહોદ જિલ્લામાં દાહોદ ટાઉન તથા સંજેલી મુકામે થઈ કુલ 7 વ્યક્તિઓ સાથે ફોન ઉપર તથા વોટ્સ-એપ મેસેજથી વાતચીત કરી પોતાના પેટીએમ તથા ફોન-પે એકાઉન્ટમાં નોકરી આપવાના બહાને નાંણા જમા કરાવ્યા છે. જે બાબતે દાહોદ જિલ્લામાં ગુનો નોંધાયો હોવાનું બહાર આવ્યું છે.