ગુજરાત

gujarat

ETV Bharat / state

દુષ્કર્મની ઘટનાઓમાં સમાજે પોતાની માનસિકતા બદલવાની જરૂર છે: પ્રાધ્યાપક કિરણ રાજપૂત - Panchamahal updates

પંચમહાલ: દેશમાં દુષ્કર્મની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. તાજેતરમાં હૈદરાબાદમાં ડોક્ટરને દુષ્કર્મ કર્યા બાદ તેને જીવતી સળગાવી દેવાની ઘટના અને વડોદરામાં બે નરાધમો દ્વારા દુષ્કર્મ કર્યાની ઘટના બની હતી. દિલ્હીમાં નિર્ભયા કાંડને આખો દેશ ભૂલી શક્યો નથી. દેશમાં દુષ્કર્મની ઘટનાઓને રોકવા માટે કડક કાયદા બન્યા છે. છતાં પણ દેશમાં દુષ્કર્મની ઘટના બનતી રહે છે. તેની માટે પંચમહાલની શહેરા કોલેજના સરકારી વિનયન કોલેજના પ્રાધ્યાપક કિરણ રાજપૂતે ETV BHARAT સાથેની વાતચીતમાં આવી ઘટના બનવા પાછળ કેટલાક મનોવૈજ્ઞાનિક કારણો જણાવ્યા હતા.

પંચમહાલ
પંચમહાલ

By

Published : Dec 12, 2019, 5:02 PM IST

આસિસ્ટન્ટ પ્રાધ્યાપક કિરણ રાજપુત શહેરા સરકારી વિનયન કોલેજના હેડ છે. તેઓ વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં પણ ફરજ બજાવી ચુક્યા છે. તેમને માનવ, યુવા, બાળકોના વર્તનો ઉપર પણ મનોવૈજ્ઞાનિક રીતે અભ્યાસ કર્યો છે. કિરણ રાજપૂત જણાવે છે કે, લોકોમાં દુષ્કર્મને લઈને એવી ગેરમાન્યતા છે કે, દુષ્કર્મ જાતીય સંતોષ માટે થતો હોય છે. પણ એવુ નથી. પુરુષમાં સ્ત્રી પ્રત્યેની નફરત એને ઉજાગર કરે છે. આપણા દેશમાં સ્ત્રી-પુરુષની જાતીય સમાનતા નથી. સ્ત્રીઓને નીચો દરજ્જો આપ્યો છે. તેને કારણે પુરુષો બાળપણથી જ શીખતા આવ્યા છે કે, સ્ત્રી આપણાથી નીચી છે. આના કારણે પુરુષ જોર જબરજસ્તી કરતો હોય છે. તેને કારણે દુષ્કર્મની ઘટનાઓ બનતી હોય છે. સ્ત્રી પુરુષની સમાનતાનો સમાજ સ્વીકાર કરતો નથી. તેથી પુરુષ હકથી સ્ત્રીને નિયંત્રણ બતાવા માટે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપે છે.

દુષ્કર્મની ઘટનાઓ મામલે સમાજે પોતાની માનસિકતા બદલવાની જરૂર છે

કિરણ રાજપૂતે વધુમાં તેઓ કહ્યું હતું કે, આપણા દેશમાં જાતીયતા બાબતનું શિક્ષણ આપવામાં આવતું નથી. તેમજ સારો સ્પર્શ ખરાબ સ્પર્શ વગેરેની ખબર હોતી નથી. પરિણામે આવી ઘટનાઓ બને છે. તેની સામે અવાજ ઉઠાવતા શીખવું પડશે. સમાજે પોતાની એક માનસિકતા બદલવી પડશે. જે દુષ્કર્મનો ભોગ બન્યુ છે, તે આની પાછળ જવાબદાર નથી. જેને આવુ કૃત્ય કર્યું છે. તે આની પાછળ જવાબદાર છે. વધુમાં મહિલાઓએ પોતાના રક્ષા માટે તેમનો સ્વબચાવ કરતા શીખવો પડશે. આ માટે સ્ત્રીઓએ શરમ અને સમાજનો ભય દૂર કરવો પણ જરૂરી છે

ABOUT THE AUTHOR

...view details