જિલ્લા સામાજીક સમરસતા સમિતિ દ્વારા પૂજ્ય કબીર સાહેબ સામાજિક સમરસતાનું આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિરના પ્રાગણમાં બ્રહ્માકુમારી સંસ્થાના સંચાલિકા રતન દીદીએ નાળિયેર ફોડીને રથોનું પ્રસ્થાન કરાવ્યું હતુ.
પંચમહાલમાં સામાજિક સમરસતા યાત્રા યોજાઈ - સામાજિક સમરસતા યાત્રા
પંચમહાલઃ જિલ્લા સામાજિક સમરસતા સમિતી દ્રારા પૂ કબીર સાહેબ સામાજિક સમરસતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવ ખાતે આવેલા સામાજિક સમરસતા રથનું પૂજન-અર્ચન બાદ પ્રસ્થાન કરાવ્યું હતું આ યાત્રામાં આસપાસના ગ્રામિણ વિસ્તારના લોકો તેમજ સાધુ-સંતો જોડાયા હતા.
પંચમહાલ
આ સામાજિક સમરસતા યાત્રા મરડેશ્વર મહાદેવના મંદિરથી નીકળી શહેરા તાલુકાના વિવિધ ગામોમાં ફરશે. ત્યારબાદ મોરવા હડફ તાલુકો અને ગોધરા તાલુકાના ગામોમાં ફરીને ખાતે તેનું સમાપન કરવામાં આવશે.જેમાં સંપ્રદાય સાથે જોડાયેલા સાધુ-સંતો સહિત ગ્રામજનોએ મોટી સંખ્યામાં જોડાયા હતાં.