એક વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતીને ભગાડી જવાના બનાવને લઇને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેને લઇને સોમવારના રોજ હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન કરવામાં આવતા શહેરા નગરના વેપારીઓ તેમજ નાના મોટા ધંધાદારીઓ દ્વારા સજ્જડ બંધ રાખવામાં આવ્યો હતો.
અંબાજી માતાના મંદિરે સૌ હિન્દુ અગ્રણીઓ એકત્રીત થયા હતા. ત્યાથી રેલી સ્વરૂપે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેમા લવ જેહાદના લખાણ વાળા પોસ્ટરો સાથે "બંધ કરો બંધ કરો લવ જેહાદ બંધ કરો" જેવા સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ રેલીનું આયોજન કરી પ્રાન્ત અધિકારીને લેખિત આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા તેમજ સ્થાનિક પોલીસનો કાફલો રાખવામાં આવ્યો હતો.
શહેરાનગરમાં લવ જેહાદનો મામલો, હિન્દુ સંગઠને કાઢી રેલી પ્રાન્ત અધિકારી ડી.એમ.દેસાઇને મૌખિક રજૂઆત કરી સમગ્ર પરિસ્થિતી અંગે વાફેક કરીને આવેદન પત્ર આપ્યું હતું. આવેદન પત્રમાં જણાવામાં આવ્યું હતું કે, "શહેરાના લઘૂમતી સમાજના યુવક અતિક સૈયદ દ્વારા હિન્દુ સમાજની યુવતીને 13-07-2019ના રોજ ભગાડી જવામાં આવી હતી.
આ અંગે યુવતીના પરિવાર દ્વારા રામોલ પોલીસ મથક અમદાવાદ તેમજ પંચમહાલ પોલીસને પણ જાણ કરવામાં આવી છે. આ મામલે ગુનેગારોને ટેકનીકલ પદ્ધતિથી પકડવામાં આવે તેવી માગણી કરી છે. આવા બનાવો શહેરા નગરમાં પણ ભૂતકાળમાં પણ બન્યા છે. આ મામલે યુવતી પરત નહીં મળે તો જલદ આંદોલન કરવાની ચિમકી પણ આવેદન પત્રમાં ઉચ્ચારવામાં આવી છે.
આ મામલે વેપારીઓ પણ આંદોલનને સમર્થન આપ્યું છે. પોલીસ સુરક્ષાનો બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે. આવેદન પત્ર આપવા મોટી સંખ્યામાં શહેરા નગર તેમજ ગ્રામિણ વિસ્તાર, જિલ્લાના અન્ય તાલુકામાંથી પણ વિવિધ હિન્દુ સંગઠનોના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે નારી સુરક્ષા અને બેટી બચાવોની વાતો કરનારા નેતાઓની ગેરહાજરી પણ ચર્ચાનું સ્થાન બની હતી.