કાલોલ પંથકમાં સગીરા પર શારિરીક અડપલા કર્યાનો બનાવ આવ્યો સામે - gujarati news
પંચમહાલઃ કાલોલ તાલુકાના એક ગામમાં સગીરા પર એક યુવક દ્વારા શારિરીક અડપલાના બનાવને પગલે ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પરિવારજનો દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સ્પોટ ફોટો
પંચમહાલ જિલ્લાના કાલોલના તાલુકાના એક ગામમા રહેતી સગીરા લઘુશંકા કરીને પરત ફરી રહીહતી, ત્યારેગામનો જ ભરત પરમાર નામનો એક યુવક સગીરાને પકડીને શારિરીક અડપલા કરવા માડ્યોહતો. તે સમયે સગીરાના એક પરિવારજનની નજર પડી જતા અડપલા કરનારો યુવક ભરત પરમાર ત્યાંથી ફરાર થઇ ગયો હતો.આ બાબતે સગીરાના પરિવારજન દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોધાવાતા યુવક ભરત પરમારને પકડી પડાયોહતો. તેમજ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.