- પંચમહાલ જિલ્લામાં લીગલ સેલ અને પોલીસે ગુનાખોરી ડામવા યોજ્યો સેમિનાર
- જિલ્લાના વિવિધ પોલીસમથક અને બ્રાન્ચના પોલીસ અધિકારીઓએ લીધો ભાગ
- તમામ લોકોને સાઈબર ક્રાઈમ સહિત અનેક મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું
પંચમહાલઃ જિલ્લાના ગોધરામાં આવેલા જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્રમાં લીગલ સેલ (Legal Cell) અને પોલીસે (Police) સાથે મળીને સેમિનાર યોજ્યો હતો. ગુજરાત રાજ્યના કાયદા અને ગૃહ વિભાગના ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અંતર્ગત જિલ્લા પોલીસ વડા અને જિલ્લા સરકારી વકીલે સાઈબર ક્રાઈમ (Cyber Crime) અને ઈન્વેસ્ટિગેશનના (Investigation) વિષય પર સેમિનાર યોજ્યો હતો. ગોધરામાં યોજાયેલા આ સેમિનારમાં હાલના સમયમાં ઈન્ટરનેટના બહોળા વપરાશમાં જે સાઈબર કાઈમ થાય છે. તેના અનુસંધાને સાઈબર ક્રાઈમ ઉપર વક્તવ્ય રાખવામાં આવ્યું હતું.
જિલ્લાના વિવિધ પોલીસમથક અને બ્રાન્ચના પોલીસ અધિકારીઓએ લીધો ભાગ પોલીસ તપાસ સહિત સજાના રેશિયો અંગે નિષ્ણાતોએ વ્યક્ત કર્યા મંતવ્ય
આ ઉપરાંત પોલીસ તપાસમાં રહેલી ખામીઓ તથા સજાનો રેશિયો વધે તે માટે શું પ્રયત્ન થવા જોઈએ. તે અંગે પણ પોલીસ અધિકારી, સરકારી વકીલો તથા બચાવ પક્ષના સિનિયર ધારાશાસ્ત્રીઓએ વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લાના અલગ-અલગ પોલીસમથકના અને અલગ અલગ બ્રાન્ચના તમામ પોલીસ અધિકારી અને જિલ્લાના તમામ સરકારી વકીલો ઉપસ્થિત રહ્યા હતા. મહત્ત્વનું છે કે, રાજયના કાયદા વિભાગ અને ગૃહ વિભાગના સંયુકત ઉપક્રમે ગુજરાત રાજયના ડિરેકટર ઑફ પ્રોસિક્યૂશન પરેશ ધોરાના (Gujarat State Director of Prosecution Paresh Dhora) વિચાર અને માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજયમાં એક લીગલ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો- વલસાડના ડુંગરીમાં સિગરેટની દોઢ કરોડ રૂપિયાની લૂંટના ત્રણ આરોપીઓને મધ્યપ્રદેશ માંથી ઝડપી પડવામાં આવ્યા છે.
આ પણ વાંચો- ચીખલી કસ્ટોડિયલ હત્યા પ્રકરણમાં આરોપી PSI એમ.બી.કોકણીની ધરપકડ કરાઇ