વધતી જતી પર્યાવરણીય સમસ્યાઓને પહોંચી વળવા માટે સરકાર દ્વારા લોકો પુનઃ પ્રાપ્ય ઉર્જા તરફ વળે તે માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારના ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ દ્વારા રહેણાંક મકાન માટે સોલાર રુફ્ટોપ સબસિડી યોજના પણ બહાર પાડવામાં આવી છે.
ગોધરામાં સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના અંતર્ગત સેમિનાર યોજાયો
પંચમહાલઃ ગોધરા ખાતે મધ્ય ગુજરાત વીજ કંપની ગોધરા વર્તુળ દ્વારા પ્રજામાં સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના અંગે જાગૃતિ આવે તે માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકો વધુમાં વધુ પ્રમાણમાં આ યોજનાનો લાભ લે તે માટે સરકાર પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ગોધરા ખાતે આવેલા ફેડરેશન હોલમાં મધ્ય ગુજરાત વીજ કંપની ગોધરા વર્તુળ દ્વારા સૂર્ય ગુજરાત યોજના અંગેનો જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.
ગોધરા વર્તુળના અધિક્ષક ઇજનેર આર.ડી. ચંદેલ દ્વારા આ યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. સરકાર દ્વારા આ યોજના માટે સબસિડી વિશે પણ સમજ આપવામાં આવી હતી.