પંચમહાલ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલી કૃષિકાર હાઈસ્કૂલ ખાતે ધોરણ-12ના વર્ગમાં અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં અશ્લિલ હરકતો કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સ્કૂલના વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં ભણાવ્યા ‘પ્રેમના પાઠ’ - Social media
પંચમહાલ જિલ્લામાં શિક્ષણને લાંછન લગાવતી ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેને લઈને સમગ્ર શિક્ષણ જગત ક્ષોભની સ્થિતિમાં મૂકાયું છે.
ઘટના અંગે જ્યારે શાળાના આચાર્યનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યુ કે, 'આ લાંછન રૂપ ઘટના અમારી શાળામાં જ બની છે. આ બનાવ રિસેષ દરમિયાન બન્યો હતો. જો કે, એ દિવસે હું રજા પર હતો. બીજા દિવસે આ વાયરલ વીડિયોમાં દેખાતા 2 વિદ્યાર્થી પૈકી એક શાળાએ આવ્યો હતો. મેં તેના વાલીને પણ જાણ કરી છે. બીજા અન્ય વિદ્યાર્થીને પણ જાણ કરી છે. સોમવારે ઘટના સાથે સંકળાયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થિની બંનેના માતા-પિતાને પણ શાળામાં બોલવામાં આવ્યા છે. બનાવના પગલે પંચમહાલ જિલ્લા શિક્ષણ કચેરીમાંથી અધિકારીએ આવી ઘટનાનો રિપોર્ટ કર્યો છે અને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.